Dhirendra Shastri: બાબાની અરજી બાદ હાઈકોર્ટે ફેસબુક,યુટ્યુબ અને X ને નોટિસ ફટકારી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા કંપનીઓને પરચો આપ્યો હાઇકોર્ટ દ્વારા આદેશ છતા વીડિયો નહી હટકા અવમાનનાની નોટિસ બાગેશ્વર ધામને બદનામ કરવાના ઇરાદે ખોટા વીડિયો વાયરલ…

High Court issue notice to facebook youtube and twitter

High Court issue notice to facebook youtube and twitter

follow google news
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા કંપનીઓને પરચો આપ્યો
  • હાઇકોર્ટ દ્વારા આદેશ છતા વીડિયો નહી હટકા અવમાનનાની નોટિસ
  • બાગેશ્વર ધામને બદનામ કરવાના ઇરાદે ખોટા વીડિયો વાયરલ કરાયાનો આક્ષેપ

Bageshwar Dham Sarkar : આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના શિષ્ય રણજિતસિંહ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરૂદ્ધ તપાસ કર્યા વિના ભ્રામક વીડિયો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જુના વીડિયો હટાવવાનો અપાયો હતો આદેશ

dhirendra shastri : મધ્યપ્રદેશ હાઈકોર્ટે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લગતી અરજી પર સુનાવણી કરતી વખતે, ઈન્ટરનેટ મીડિયા ફેસબુક, યુટ્યુબ અને એક્સ (અગાઉ ટ્વિટર) ને અવમાનના નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પૂર્વ ધારાસભ્ય આરડી પ્રજાપતિ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને સોશિયલ મીડિયામાંથી હટાવી દેવામાં આવી નથી.

સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ ફટકારાઇ

પીટીશનરના એડવોકેટ પંકજ દુબેએ કહ્યું કે, જસ્ટિસ રાજમોહન સિંહની સિંગલ બેન્ચે બુધવારે કેસની સુનાવણી કરતી વખતે ઈન્ટરનેટ મીડિયા ફેસબુક, યુટ્યુબ અને એક્સ (અગાઉનું ટ્વિટર)ને અવમાનના નોટિસ જારી કરી છે અને તેમના જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે.

ગેરમાર્ગે દોરનારા વીડિયોનો પ્રચાર કરવાનો આરોપ

આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના શિષ્ય રણજીત સિંહ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રિતિકા ગુપ્તાએ એડવોકેટ પંકજ દુબે સાથે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર તપાસ કર્યા વિના ગેરમાર્ગે દોરનાર વીડિયો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

પૂર્વ ધારાસભ્ય દ્વારા બાબાને બદનામ કરવાના ષડયંત્રનો આક્ષેપ

વકીલે દલીલ કરી હતી કે, આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ, છતરપુરના પીઠાધીશ્વર છે. તેઓ સનાતન ધર્મના આદરણીય સંત છે અને તેમનો મહિમા સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે, આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વિલક્ષણતાથી નારાજ હોવાને કારણે, ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રજાપતિએ ઇન્ટરનેટ મીડિયામાં વાંધાજનક પોસ્ટ્સ અને સમાચારોને દુર્ભાવનાપૂર્ણ રીતે પ્રકાશિત કર્યા અને પ્રસારિત કર્યા. આ કેસમાં હાઈકોર્ટે 4 ડિસેમ્બરના રોજ આપેલા આદેશમાં વાંધાજનક ટિપ્પણીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કોઈ પગલાં ન લેવાતાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે.

    follow whatsapp