ટાટા ગ્રુપ (Tata Group)ની કંપની એર ઈન્ડિયા (Air India) પર DGCAએ કાર્યવાહી કરી છે. DGCAએ જણાવ્યું કે, મહત્વના લાંબા અંતરના રૂટ પર ફ્લાઇટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. આવી સ્થિતિમાં એરલાઈનને 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પૂર્વ સિનિયર પાયલટની ફરિયા બાદ લેવાયો નિર્ણય
એવિએશન રેગ્યુલેટરે કહ્યું કે, Air Indiaના કેટલાક બોઈંગ 777 એરક્રાફ્ટનું અમેરિકામાં ઈમરજન્સી ઓક્સિજન સપ્લાય વિના સંચાલનનું કરવામાં આવ્યું, જે સુરક્ષા નિયમોના ઉલ્લંઘન હેઠળ આવે છે. એર ઈન્ડિયા પર દંડ લાદવાનો નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA દ્વારા પૂર્વ સિનિયર પાયલટની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે.
DGCAને કરવામાં આવી હતી ફરિયાદ
PTIના રિપોર્ટ મુજબ, પૂર્વ પાયલટે B777 કમાન્ડર તરીકે કામ કર્યું હતું. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, એરલાઈન્સે ઈમરજન્સી ઓક્સિજન સપ્લાયની જરૂરી સિસ્ટમ વગર જ અમેરિકા માટે બોઈંગ 777 એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું. આ ફરિયાદ 29 ઓક્ટોબરે મંત્રાલય અને DGCAને કરવામાં આવી હતી. પાયલટે કહ્યું કે તેમણે 30 જાન્યુઆરી, 2023ના રોજ સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાવવા માટે મનાઈ કરી દીધી હતી, જેના ત્રણ મહિના પછી પાઈલટને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT