DGCA Official Suspended: DGCAના ડાયરેક્ટર કેપ્ટન અનિલ ગિલ સામે બુધવારે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડાયરેક્ટર કેપ્ટન અનિલ ગિલને ભ્રષ્ટાચારના આરોપોને કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અનિલ ગિલને ભ્રષ્ટાચાર મામલે સસ્પેન્ડ કરી દીધા છે. તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
અમારી સરકારની ઝીરો ટોલરેન્સની નીતિ છેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
આ મામલાને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભ્રષ્ટાચારની સામે કોઈપણ મામલામાં અમારી સરકારની ઝીરો ટોલરેન્સની નીતિ છે. આવા કોઈપણ મામલામાં કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેપ્ટન અનિલ ગિલને કરાયા સસ્પેન્ડ
DGCAના ડાયરેક્ટર કેપ્ટન અનિલ ગિલને સસ્પેન્ડ કરવાનો મંત્રાલયે એવા સમયે નિર્ણય લીધો છે. જ્યારે તાજેતરમાં જ DGCA દ્વારા તેમની સામેના લાંચના કેસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપવાની માંગ કરવામાં આવી હતી.
ADVERTISEMENT