દિલ્હીઃ 26 નવેમ્બર 2022ના રોજ, DGCAએ એર ઈન્ડિયાના મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન કરવા બદલ એરલાઈનને દંડ ફટકાર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ DCCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાઇસન્સ તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે AIના ડાયરેક્ટર-ઈન-ફ્લાઇટ સર્વિસિસ પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 26 નવેમ્બર 2022ના રોજ, ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ પછી, ઇમિગ્રેશન બ્યુરોએ દિલ્હી પોલીસના કહેવા પર વ્યક્તિ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો હતો.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
જાણો સમગ્ર ઘટનાક્રમ
આ ઉપરાંત, આરોપી વિશે માહિતી મેળવવાના સંદર્ભમાં, દિલ્હી પોલીસની એક ટીમ આરોપી એસ મિશ્રાના એક સંબંધીને મળવા મુંબઈ પહોંચી હતી અને પૂછપરછ પણ કરી હતી. આ પહેલા એર ઈન્ડિયાએ પોતાના સ્તરે કાર્યવાહી કરતા આરોપીઓ પર 30 દિવસ માટે મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો હતો. આરોપીની દિલ્હી પોલીસે 6 ડિસેમ્બરે બેંગલુરુથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
આરોપી પર ચાર મહિનાનો પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અગાઉ આરોપી પેસેન્જર શંકર મિશ્રા પર ચાર મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની આંતરિક સમિતિએ આ મામલાની તપાસ કરી અને શંકર મિશ્રાને “દુરાચારી પેસેન્જર” તરીકે જાહેર કરી દીધો હતો. તપાસ બાદ શંકર મિશ્રાને સિવિલ એવિએશનની સંબંધિત જોગવાઈઓ અનુસાર ચાર મહિના માટે ઉડાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT