અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના દ્વારે લોકસાહિત્યકાર દેવાયત ખવડ શુક્રવારે અરજી લઈને પહોંચ્યા છે. તેમણે આ અરજીમાં રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો મુક્યા છે. દેવાયત ખવડને ધમકી આપનાર જીત મવાસિયા સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. આમ દેવાયત ખવડ પોતાને મળેલી સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ સાથે સાથે રાજકોટ પોલીસે તેમને ફરિયાદને ગંભીરતાથી લીધી નથી તેવા આક્ષેપ સાથે પણ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે.
ADVERTISEMENT
રાજકોટ પોલીસ પર કર્યા આવા આક્ષેપ
ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખવડને સોશિયલ મીડિયાના માધ્યમથી જીત મેવાસિયા નામના શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં જીત મવાસિયા નામના શખ્સે સોશિયલ મીડિયા પોસ્ટમાં અયોગ્ય વાણીનો ઉપયોગ કર્યો હોવાનું પણ દેવાયત ખવડનું કહેવું છે. આ ઉપરાંત દેવાયત ખવડના જણાવ્યા અનુસાર જ્યારે આ મામલે રાજકોટ પોલીસના યુનિવર્સિટી પોલીસ મથકે જ્યારે તેઓ ફરિયાદ માટે પહોંચ્યા હતા ત્યારે હજુ સુધી રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. જેને લઈને દેવાયત ખવડ નારાજ થયા હતા અને તેમણે આખરે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવાની કરી માગ
પ્રાપ્ત વિગતો અનુસાર હવે આ મામલો જ્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે થોડી જ વારમાં કોર્ટ તે બાબતને સાંભળશે આ ઉપરાંત રાજકોટ પોલીસને પણ આ મામલે કોર્ટ સમક્ષ જવાબ આપવો પડે તેવી શક્યતાઓ છે. કારણ કે દેવાયત ખાવડે અરજીમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે રાજકોટ પોલીસે આ મામલામાં ગંભીરતા દાખવી નથી. દેવાયત ખવડ એક જાણિતા લોક સાહિત્યકાર છે તેમને આ પ્રકારની ધમકી મળતા તેઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવા અને ધમકી આપનાર જીત મવાસિયા સામે કાર્યવાહીની માગ કરી હતી.
ADVERTISEMENT