પેશાવર : પાકિસ્તાનની મસ્જિદમાં થયેલા ફિદાયીન હુમલાની જવાબદારી તહરીક એ પાકિસ્તાન (TTP) એ લીધી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 61 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 150 થી વધારે લોકો ઘાયલ છે. આ હુમલાની ડિટેઇલ ખુબ જ ચિંતાજનક અને ખોફ પેદા કરનારી છે. સોમવારે બપોરે 1.40 વાગ્યાની આસપાસ પેશાવરના ખુબ જ સુરક્ષીત વિસ્તારની એક મસ્જિદ ખચોખચ ભરેલી હતી. બપોર બાદ અહીં નમાજ એ જોહર ચાલી રહ્યું હતું.
ADVERTISEMENT
પોલીસ સેના અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડના ઉચ્ચ અધિકારીઓ
નમાજિઓમાં સ્થાનિક લોકો તો નહોતા પરંતુ પોલીસ, સેના, બોમ્બ નિરોધકના જવાનનો પણ સમાવેશ થાય છે. વીઆઇપી લોકો નમાજ પઢી રહ્યા હતા. ત્યારે નમાજિઓમાં પહેલી લાઇનમાં રહેલા એક વ્યક્તિએ હરકત કરી અને ભયાનક વિસ્ફોટ થયો. આ વ્યક્તિએ આત્મઘાતી હુમલાખોર હતો. આ વિસ્ફોટ સાથે જ તે વ્યક્તિ અને આસપાસના લોકોના ચિથડા ઉડી ગયા હતા. મસ્જીદનો એક હિસ્સો ધસી પડ્યો હતો. હુમલાખોરો પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા માંગતા હતા. મૃતકોમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો જ સમાવેશ થાય છે.
પાકિસ્તાન દ્વારા ઠાર મરાયેલા ટીટીપી કમાન્ડર ઉમર ખાલીદના ભાઇએ બદલો લીધો
પાકિસ્તાની સેના દ્વારા ઠાર મરાયેલ ટીટીપી કમાન્ડર ઉમર ખાલીદ ખુરાસનીના ભાઇએ દાવો કર્યો કે, આ હુમલો તેના ભાઇની હત્યાનો બદલો હતો. ઉમર ખાલીદ ખુરાસનીનું મોત 2022 ના ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં થયું હતું. જ્યારે તેની કારને નિશાન બનાવીને એક વિસ્ફોટ કરવામાં આવ્યો. તેમાં ખુરાસની સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતા.
મસ્જિદમાં કઇ રીતે આત્મઘાતી ઘુસ્યો તે મોટો સવાલ
પેશાવરના એસપી શહેજાદ કૌકબે કહ્યું કે, તેઓ જેવા મસ્જિદમાં ઘુસ્યા ભયાનક વિસ્ફોટ થયો હતો. મસ્જિદનો એક હિસ્સો તુટી ગયો હતો. તેમણે કહ્યું કે, ખુદાની રહેમથી આ ઘટનામાં બચી ગયા. શહેજાદ કૌકબની ઓફીસ પણ મસ્જિદની ખુબ જ નજીક છે. એક પોલીસ અધિકારીના અનુસાર મસ્જિદનો એક હિસ્સો તુટી ચુક્યો છે. અનેક લોકો હજી પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે.
મસ્જિદમાં ચાર સ્તરની સુરક્ષા જોવા મળી રહી છે
જો કે વીવીઆઇપી વિસ્તારમાં આ હુમલાખોર કઇ રીતે ઘુસ્યો તે મોટો સવાલ છે. ઉપરાંત મસ્જિદની એન્ટ્રી માટે પણ ચાર સ્તરની સુરક્ષા હતી તેમ છતા તે કઇ રીતે બોમ્બ સહિત ઘુસી ગયો તે મોટો સવાલ છે. પેશાવરના કેપિટલ સિટી પોલીસ અધિકારી મોહમ્મદ ઇજાજ ખાનના હવાલાથી ડોને કહ્યું કે, અનેક જવાન હજી પણ કાટમાળમાં હોવાની આશંકા છે. મોહમ્મદ એજાજ ખાને કહ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો તો તે સમયે વિસ્તારમાં 300 થી 400 પોલીસ અધિકારી હાજર હતા. સાથે જ તેઓ સુરક્ષા કર્મચારીઓ તરફથી મોટી ચુક થઇ છે.
ADVERTISEMENT