રજનીકાંત જોશી/દ્વારકા : ગુજરાત ઉપરાંત કેન્દ્ર સરકાર હાલ કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ પર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. હવે કોરોનાની વધારે એક લહેર ન આવે તે માટે રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તમામને પ્રિકોર્શન ડોઝ આપી દેવાનો ટાર્ગેટ પણ સરકારનો છે. જો કે આ ટાર્ગેટને પુર્ણ કરવા માટે સંબંધિત હેલ્થ સ્ટાફ કંઇક વધારે પડતા જ આક્રમક મોડમાં કામગીરી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેણે રસી નથી લીધી તેનું પણ રસીકરણ થઇ રહ્યું હોય તેવા અનેક કિસ્સા આવી ચુક્યાં છે. જો કે દ્વારકામાં તો એક અધિકારીને રસીકરણ વગર જ મેસેજ આવી ગયો હતો અને સર્ટિફિકેટ પણ ઇશ્યું થઇ ગયું હતું.
ADVERTISEMENT
બુસ્ટર ડોઝ લીધા વગર જ સીધુ સર્ટિફિકેટ આવ્યું
દ્વારકા એસટી ડેપો મેનેજરને બૂસ્ટર ડોઝ લીધા વગર મેસેજ આવી ગયો હતો. તમે તા. 2 ઓગષ્ટ 2022 ના બપોરે 3.13 કલાકે બૂસ્ટર ડોઝ લીધો છે. આજે દ્વારકા એસ. ટી. ડેપો મેનેજરને બૂસ્ટર ડોઝ લીધા વગર મેસેજ આવી જતા તેઓ પણ આશ્ચર્યથી ચોંકી ઉઠ્યા હતા. ડેપો મેનેજર વિમલ મકવાણા પણ આ મેસેજ મળતા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમણે તત્કાલ સ્થાનિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જો કે આરોગ્ય કેન્દ્ર પર હાજર કર્મચારીઓ કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
સ્થાનિક આરોગ્ય કેન્દ્રના કાવાદાવા
દ્વારકા એસ ટી ડેપો મેનેજર વિમલને 2 ઓગષ્ટ 2022 ના બપોરે 3.13 કલાકે બૂસ્ટર ડોઝ લીધો છે તેવો મેસેજ મળ્યો હતો. પોતાનું સર્ટિફિકેટ ઓનલાઇન ચેક કરતા 30 માર્ચ 2022 જે સમય અને તારીખ બદલાઈ ગયા હતા.
આરોગ્ય કેન્દ્રએ જુગાડ કાઢ્યો
દ્વારકા તાલુકા આરોગ્ય ખાતાના બૂસ્ટર ડોઝ રજીસ્ટર ગોટાળાને કારણે હવે ડેપો મેનેજર ગોથા ખાઇ રહ્યા છે કે, તેમને ડોઝ મળશે કે કેમ? અધિકારીક રીતે તેમને ત્રીજો ડોઝ મળી ચુક્યો છે જ્યારે તેમને હજી સુધી ત્રીજો ડોઝ મળ્યો જ નથી. જો કે સ્થાનિક આરોગ્ય વિભાગે તેમને બિનઅધિકારીક રીતે કહ્યું કે, તમે બીજુ બધુ પડતું મુકો અમે તેમને ડોઝ આપી દઇએ અને તમારૂ સર્ટિફિકેટ તો આવી જ ગયું છે. જો કે ડેપો મેનેજર આવા જુગાડુ આઇડિયાની વિરુદ્ધ છે.
ADVERTISEMENT