દિલ્હી સેવા બિલ 2023 રાજ્યસભામાં પણ પાસ, ગઠબંધન બાદ I.N.D.I.A ને મોટો ઝટકો

નવી દિલ્હી : દિલ્હી સેવા વિધેયક અંગે ચર્ચા બાદ સોમવારે સાંજે જ તેનું મતદાન થવાનું છે. લોકસભાથી આ બિલ પાસ થઇ ચુક્યું છે. દિલ્હી સરકારમાં…

Delhi Seva bill 2023 Pass in Rajysabha

Delhi Seva bill 2023 Pass in Rajysabha

follow google news

નવી દિલ્હી : દિલ્હી સેવા વિધેયક અંગે ચર્ચા બાદ સોમવારે સાંજે જ તેનું મતદાન થવાનું છે. લોકસભાથી આ બિલ પાસ થઇ ચુક્યું છે. દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓમાં બદલી અને પોસ્ટિંગ અંગે અધ્યાદેશને બદલવાનું વિધેયક 3 ઓગસ્ટે વિપક્ષી દળોના બોયકોટ વચ્ચે લોકસભામાં ધ્વનિમતથી પસાર થઇ ગયું હતું. રાજ્યસભામાં પણ આ બિલ ભારે હોબાળા વચ્ચે પાસ થઇ ગયું હતું. દિલ્હી બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 મત પડ્યા હતા. જેથી રાજ્યસભામાં દિલ્હી રાજ્યસભા બિલ પાસ થઇ ગયું હતું.

રાજ્યસભામાં બિલ અંગે ચાલી રહી છે ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ રજુ કર્યું. લોકસભામાં આ બિલ પાસ થઇ ચુક્યું છે. સત્તાપક્ષ અને વિપક્ષે પોત પોતાના સંસદોને વ્હીપ ઇશ્યુ કરીને સદનમાં હાજર રહેવા માટે કહ્યું છે. દિલ્હીમાં અધિકારીઓની જંગના આ નિવેદન અંગે આમ આદમી પાર્ટીને 26 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન છે. આ ઉપરાંત તેલંગાણાની સત્તાધારી BRS એ પણ પોતાના સાંસદોનું બિલનો વિરોધ કરવા માટે જણઆવ્યું છે.

વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો

બીજી તરફ બસપા આ બિલ પર બાયકોટ કરશે. જ્યારે બીજદ, વાઇએસઆર અને ટીડીપી જેવા બિન NDA સંગઠનના દળો પણ મોદી સરકારને બિલ પર સમર્થન આપવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી સેવા વિધેયક પર ચર્ચા બાદ સોમવારે સાંજે જ તે અંગે મતદાન તઇ શકે છે. આ અગાઉ લોકસભામાં વિપક્ષી દલોએ બોયકોટ વચ્ચે તે ધ્વનિમતથી પસાર થઇ ગયું હતું.

    follow whatsapp