VIDEO: દિલ્હીમાં ભારે વરસાદ બાદ તારાજી! એરપોર્ટની છત ધરાશાયી થતાં એકનું મોત, ચારેકોર પાણી જ પાણી

Gujarat Tak

28 Jun 2024 (अपडेटेड: Jun 28 2024 12:58 PM)

Delhi Airport's Roof Collapses: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની ભારે છત વાહનો પર પડી હતી. કારમાં બેઠેલા લોકો પણ દટાઈ ગયા.

Delhi Airport

Delhi Airport

follow google news

Delhi Airport's Roof Collapses: ગઇકાલે મોડી રાતથી દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-નોઈડા સહિત ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તે જ સમયે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડતાં નાસભાગ મચી ગયો. અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. જેના કારણે અહીંની ફ્લાઈટ પ્રભાવિત થઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ 28 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો

એરપોર્ટની છત ધરાશાયી થતાં એકનું મોત

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની ભારે છત વાહનો પર પડી હતી. કારમાં બેઠેલા લોકો પણ દટાઈ ગયા. આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એકનું મોત થયાની ખબર સામે આવી રહી છે. આ દુર્ઘટનાને કારણે, ટર્મિનલ 1 પરથી ઉપડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને સુરક્ષાના કારણોસર ચેક-ઇન કાઉન્ટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે, ટર્મિનલ 3 અને ટર્મિનલ 2 પરથી ઉપડતી અને પહોંચતી તમામ ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ફ્લાઈટ્સ પણ ટર્મિનલ 1 પર લેન્ડ થઈ રહી છે પરંતુ ટર્મિનલ 1 પરથી ઉપડનારી ફ્લાઈટ્સ આજે બપોરે 2 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 16 આઉટગોઇંગ ફ્લાઇટ્સ અને 12 ઇનકમિંગ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ચારેકોર પાણી જ પાણી

દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા છે અને ક્યાંક ઘૂંટણ સુધી તો ક્યાંક આખે આખી કાર ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હવે કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.

 

સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ રદ

સ્પાઈસજેટે કહ્યું, "ખરાબ હવામાન (ભારે વરસાદ)ને કારણે, સ્પાઈસજેટની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ. વૈકલ્પિક વિકલ્પો અથવા સંપૂર્ણ રિફંડ માટે કૃપા કરીને +91 (0)124 4983410 અથવા +91 (0)124 7101600 પર અમારો સંપર્ક કરો  અથવા વધુ અપડેટ્સ માટે http://changes.spicejet.com ની મુલાકાત લો.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થઈ

તે જ સમયે, ઈન્ડિગોએ એમ પણ કહ્યું હતું કે,ખરાબ હવામાનને કારણે, દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ને માળખાકીય નુકસાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટ કામગીરીને અસર થઈ છે. આ કારણે દિલ્હીમાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે કારણ કે મુસાફરો ટર્મિનલમાં પ્રવેશી શકતા નથી. ટર્મિનલની અંદર પહેલાથી જ મુસાફરો તેમની આયોજિત ફ્લાઇટ્સ પર ચઢી શકશે, પરંતુ અન્ય મુસાફરોને વિકલ્પ આપવામાં આવશે.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

આ બિનઆયોજિત પરિસ્થિતિને કારણે સમગ્ર નેટવર્કની કામગીરીને પણ અસર થઈ છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ પર નજર રાખે. ઈન્ડિગોના મુસાફરો તેમની મુસાફરી યોજનાઓ અંગે સહાયતા માટે 0124 6173838 અથવા 0124 4973838 પર કૉલ કરી શકે છે.    


 

    follow whatsapp