Viral Video: ના હોય!! પોલીસના હાથે ઝડપાયો 'Spiderman', સિનસપાટાના ચક્કરમાં 26 હજારનો દંડ

Spiderman Car Video: સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થવાની હોડ ચાલી રહી છે. વાયરલ થવાની આ રેસમાં આગળ વધવા માટે લોકો વિચિત્ર-વિચિત્ર વીડિયો બનાવતા જોવા મળે છે.

Spiderman Car Video

Spiderman Car Video

follow google news

Spiderman Car Video: સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થવાની હોડ ચાલી રહી છે. વાયરલ થવાની આ રેસમાં આગળ વધવા માટે લોકો વિચિત્ર-વિચિત્ર વીડિયો બનાવતા જોવા મળે છે. ઘણી વખત લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે જીવલેણ સ્ટંટ કરે છે તો કેટલીક વાર આવા લોકો કાયદો પોતાના હાથમાં લઈ લે છે. ફરી એકવાર કાયદાને નેવે મૂકી વીડિયો બનાવવાના ચક્કરમાં દિલ્હી પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી છે.  

દિલ્હી પોલીસે કરી 'સ્પાઈડરમેન' ની ધરપકડ

દિલ્હી પોલીસે તાજેતરમાં 'સ્પાઈડરમેન' કોસ્ચ્યુમ પહેરીને રોડ પર જીવલેણ સ્ટંટ કરી રહેલા 20 વર્ષીય યુવક સામે કાર્યવાહી કરી હતી. વાસ્તવમાં, તે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચાલતી કારના બોનેટ પર બેઠેલો જોવા મળ્યો હતો. તેની સાથે અન્ય 19 વર્ષીય યુવક ગૌરવ સિંહ પણ હતો, જે કથિત રીતે કાર ચલાવી રહ્યો હતો. પોલીસે આ કેસના સંબંધમાં ખતરનાક ડ્રાઇવિંગ અને અન્ય ઉલ્લંઘન માટે 'સ્પાઇડરમેન' પર 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્પાઈડર મેનના કોસ્ચ્યુમમાં ફરતા આ છોકરાનું નામ આદિત્ય છે અને તે નજફગઢનો રહેવાસી છે.

પોલીસે 26000 હજારનો દંડ ફટકાર્યો

દિલ્હી પોલીસે આ વ્યક્તિનો વીડિયો પોતાના પર પોસ્ટ કર્યો છે #DelhiPolice દ્વારા દ્વારકામાં સ્પાઈડરમેન કોસ્ચ્યુમ પહેરીને કારના બોનેટ પર બેસીને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે વિવિધ કલમો હેઠળ કુલ ₹26,000નું ચલણ જારી કરવામાં આવ્યું હતું.

અગાઉ પણ એક આવો વીડિયો વાયરલ થયો હતો

તમને જણાવી દઈએ કે આ પ્રકારનો આ પહેલો કેસ નથી. હકીકતમાં, થોડા સમય પહેલા સ્પાઈડર મેનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો. તેમાં સ્પાઈડર મેન જેવો પોશાક પહેરેલો એક વ્યક્તિ જોવા મળી રહ્યો હતો. આ વાયરલ થયેલા વીડિયોમાં તે ઘરની ટેરેસ પર રોટલી પકવતો અને સ્ટવ પર ખાવાનું બનાવતો જોવા મળ્યો હતો. સ્પાઈડર મેનને રસોઈ બનાવવા જેવા રોજિંદા કાર્યો કરતા જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની હાસ્યનો પાત્ર બની ગયો હતો. જોકે આમાં કાયદો તોડવા જેવું કંઈ નહોતું, કોઈ પગલાં લેવાયા નહોતા.
 

    follow whatsapp