દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના, પંડાલ ધરાશાયી થતા 8 લોકો ઈજાગ્રસ્ત

Jawaharlal Nehru Stadium: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે બનાવવામાં આવી રહેલા લૉન હેન્ગરનો એક ભાગ ધરાશાયી થયો હતો.

Jawaharlal Nehru Stadium

જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં પડેલા પંડાલની તસવીર

follow google news

Jawaharlal Nehru Stadium: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે બનાવવામાં આવી રહેલા લૉન હેન્ગરનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. દુર્ઘટના વિશે માહિતી આપતા ડીસીપીએ કહ્યું કે, જે ભાગ પડ્યો છે તે ઘણો મોટો છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

સ્ટેડિયમના ગાર્ડે Aajtak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સદનસીબે દુર્ઘટના થઈ ત્યારે મોટાભાગના કાર્યકરો નાસ્તો કરવા ગયા હતા. નહીંતર બહુ મોટી દુર્ઘટના ઘટી હોત. કેટલાક લોકો ત્યાંથી આવતા-જતા હતા અને તેઓ લૉન હેન્ગરની ચપેટમાં આવી ગયા. એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડની ટીમ કાટમાળની નીચે કોઈ દટાયું છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

    follow whatsapp