AIIMS Delhi: ભારે વિવાદ બાદ દિલ્હી AIIMSનો યુ-ટર્ન, 22 જાન્યુઆરીએ OPD અડધા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો

AIIMS Delhi decides to remain open on Jan 22: દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક…

gujarattak
follow google news

AIIMS Delhi decides to remain open on Jan 22: દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પ્રસંગે સોમવારે, 22 જાન્યુઆરીએ અડધા દિવસ માટે OPD બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયને હવે પાછો ખેંચી લીધો છે. હવે સામાન્ય દિવસની જેમ જ ઓપીડી દિવસભર ચાલુ રહેશે. AIIMSના વહીવટી અધિકારી રાજેશ કુમાર દ્વારા રવિવારે આ સંબંધમાં એક લેખિત આદેશ જારી કરવામાં આવ્યો છે.

AIIMSનો યુટર્ન

મળતી માહિતી મુજબ, આ પહેલા શનિવારે કહેવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસરે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી દિલ્હીની AIIMS અને સફદરજંગ હોસ્પિટલ સહિત કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ચારેય હોસ્પિટલો બંધ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેવું નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને હવે બદલવામાં આવ્યો છે.

અગાઉ અડધા દિવસ માટે OPD બંધ રાખવાનો નિર્ણય હતો

દિલ્હી સ્થિત AIIMSની સત્તાવાર સૂચના અનુસાર, કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “તમામ કર્મચારીઓની માહિતી માટે જણાવવામાં આવે છે કે 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી સંસ્થા અડધા દિવસ માટે બંધ રહેશે. તમામ વિભાગોના વડાઓ અને અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓ આ વાત ઘ્યાનમાં લે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ ગંભીર બીમારી સેવાઓ કાર્યરત રહેશે. AIIMSના એક અધિકારીએ કહ્યું હતું કે, દર્દીઓને આપવામાં આવેલ સમય ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ દર્દી આવે તો અમે તેને સમાવવાનો પ્રયાસ કરીશું.

    follow whatsapp