- AAP નેતાઓના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા
- PS વૈભવ અને સાંસદ એન.ડી ગુપ્તાના ઘરે દરોડા
- મની લોન્ડરિંગ કેસમાં ટીમ કરી રહી છે તપાસ
Money Laundering Case: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડ્યા છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભાના સાંસદ એન.ડી ગુપ્તાના ઘરે દરોડા પાડ્યા છે. સૂત્રોનું માનીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મની લોન્ડરિંગ કેસમાં AAP નેતાઓના ઘરે તપાસ કરી રહી છે, પરંતુ મની લોન્ડરિંગનો આ કેસ કયો છે, તેને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી થયું.
ADVERTISEMENT
લગભગ 12 સ્થળો પર પડ્યા દરોડા
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં લગભગ 12 સ્થળોએ દરોડા પડ્યા છે.
EDની ચાલી રહી છે તપાસ
મીડિયા રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને દિલ્હી જળ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર, રાજ્યસભાના સાંસદ એન.ડી ગુપ્તા અને અન્ય કેટલાક નેતાઓના ઠેકાણાઓ પર EDની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT