Reliance Store Loot: ઉત્તરાખંડના દેહરાદૂનમાં ધનતેરસ પહેલા માત્ર 32 મિનિટ લૂંટારુઓ રિલાયન્સ જ્વેલરીના શોરૂમમાં ઘૂસી ગયા હતા અને 20 કરોડની જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા. શોરૂમમાં કામ કરતા કર્મચારીઓને ડરાવવા માટે બદમાશોએ તેમાંથી કેટલાકને બંદૂકની અણીએ ધમકાવ્યા અને કેટલાકને માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
શો રૂમના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ
લૂંટારૂઓના ગયા પછી પણ કેટલીક મહિલા કર્મચારીઓ ડરના માર્યા પોતાના આંસુ કાબૂમાં રાખી શકી ન હતી. તેમના કહેવા પ્રમાણે, ચાર બદમાશો શોરૂમની અંદર ઘૂસ્યા હતા અને તેમના કેટલાક સહયોગી પણ બહાર ઉભા હતા. લૂંટની આ ઘટના રાજપુર રોડ સ્થિત રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં બની હતી.
20 કરોડથી વધુના દાગીના લૂંટી ગયા
રાજપુર રોડ પર આવેલ શોરૂમ સવારે 10.15 કલાકે ખુલ્લો હતો. શોરૂમના 11 કર્મચારીઓ ગ્રાહકો આવે તે પહેલા જ જ્વેલરીની વ્યવસ્થા કરી રહ્યા હતા. ડિસ્પ્લે બોર્ડમાં 20 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના આભૂષણો હતા. સવારે 10.24 વાગ્યે માસ્ક પહેરેલા ચાર બદમાશો શોરૂમમાં ઘુસ્યા હતા.
તેમણે પહેલા સિક્યુરિટી ગાર્ડ હયાત સિંહને અંદર ખેંચ્યો. આ પછી, શોરૂમના સમગ્ર સ્ટાફને બંદૂકની અણી પર બંધક બનાવવામાં આવ્યો હતો અને દરેકના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ વિરોધ કર્યો તો બદમાશોએ તેમને માર માર્યો.
સ્ટાફને ધમકાવીને બંધક બનાવ્યો
આ પછી, બદમાશોએ કર્મચારીઓના હાથ પ્લાસ્ટિકની બેન્ડથી બાંધી દીધા અને બધાને શોરૂમના પેન્ટ્રી રૂમમાં બંધ કરી દીધા. કેટલીક મહિલા કર્મચારીઓને ડરાવી-ધમકાવીને ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવવામાં આવેલા દાગીના કાઢીને બેગમાં મુકી દેવાયા હતા. આ પછી બદમાશોએ ત્રણ મહિલા કર્મચારીઓને રસોડામાં બંધ કરી દીધા હતા. 10:56 વાગ્યે લૂંટારુઓએ તેમની બેગમાં ઘરેણાં મૂક્યા અને સ્થળ પરથી ભાગી ગયા હતા.
તમને જણાવી દઈએ કે આ શોરૂમ રાજપુર રોડ પર ગ્લોબ ચોક પાસે છે. જે કોમ્પ્લેક્સમાં શોરૂમ આવેલો છે તે ચાર માળની બિલ્ડીંગ છે અને બેઝમેન્ટમાં પાર્કિંગ છે. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે પરંતુ બદમાશોએ અડધા કલાક સુધી શોરૂમમાં લુંટ ચલાવી હતી અને તેની કોઈને જાણ નહોતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ આસપાસના લોકોને ખબર પડી કે લૂંટની ઘટના બની છે. જોકે, લૂંટારુઓ નાસી છૂટતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તે લૂંટને અંજામ આપવા માટે બાઇક પર આવ્યા હતા.
CM ધામીએ પોલીસ અધિકારીઓને બોલાવ્યા
લૂંટની આટલી મોટી ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે કડક વલણ અપનાવતા, મુખ્યમંત્રીએ પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર, અધિક પોલીસ અધિક્ષક એપી અંશુમન સહિતના વરિષ્ઠ અધિકારીઓને બોલાવ્યા અને બેઠક પછી તેમને શક્ય તેટલી વહેલી તકે આ મામલાને ઉકેલવા આદેશ આપ્યો.
ADVERTISEMENT