નવી દિલ્હી: એક તરફ દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંત્રી હાલમાં હળવા લક્ષણો સાથે હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
ADVERTISEMENT
કોરોના સંક્રમણના કારણે કાર્યક્રમ કર્યો રદ્દ
રાજનાથ સિંહે આજે ગુરુવારે જ ભારતીય વાયુસેનાના કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ સંક્રમિત મળ્યા બાદ તેમણે પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડોક્ટરોની એક ટીમે તેની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી.
રાજનાથસિંહ આવ્યા હતા ગુજરાત
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની શરૂઆત 17 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમને લઈ કાર્યક્રમની શરૂઆત કરવા માટે રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન રાજનાથ સિંહે રામ મંદિરનો મુદ્દો ઊઠવ્યો હતો.
દેશમાં કોરોનાનું સંક્રમણ
છેલ્લા 24 કલાકમાં 12,591 નવા કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં એકટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એકટિવ કેસોની સંખ્યા વધીને 65, 286 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 10, ર 827 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 44,261,476 થઈ ગઈ છે. આ દરમિયાન 29 લોકોના મોત થયા છે. આ દરમિયાન પોઝિટીવીટી રેટ 5 ટકાથી ઉપર પહોંચી ગયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT