Ayodhya Deepotsav 2023: શનિવારે સાંજ થતા જ રામલલ્લાના દરબારમાં પહેલો દીપ પ્રગટાવતાની સાથે જ સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે. ભગવાન શ્રીરામ પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરથી અયોધ્યા પધારશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમનું સ્વાગત કરશે. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વશિષ્ઠની ભૂમિકામાં ભગવાન શ્રી રામનું રાજતિલક કરશે. આ તકે રામકથા પાર્કમાં લગભગ 5 હજાર મહેમાનો હાજર રહેશે. આ વખતે સરયૂ બ્રિજ પર ગ્રીન ફટાકડાની 20 મિનિટ સુધી આતિશબાજી થશે. તેના પર લગભગ 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
અયોધ્યાવાસીમાં અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રી સહિત અન્ય મહેમાનો સરયૂ કિનારેથી આતશબાજી નિહાળશે. જો રામનગરી અયોધ્યાના રહેવાસીઓના ઉત્સાહની વાત કરીએ તો લંકા પર વિજય મેળવ્યા બાદ શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ તેમના ઘરોને એવી રીતે શણગાર્યા છે, જેવી રીતે ત્રેતાયુગમાં સજાવવામાં આવ્યા હતા. ઘરો અને દુકાનોના દરવાજા અને દિવાલો પર રામકથા અને શુભતાના પ્રતીકો દોરવામાં આવ્યા છે.
રામનગરી આજે ફરી ઈતિહાસ રચશે
‘અયોધ્યા દીપોત્સવ’ને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૈડી સ્વયંસેવકો 51 ઘાટ પર હાજર છે. આજે અયોધ્યાના ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી વહીવટી તંત્ર 24.60 લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટને રોશન કરી વિશ્વ રેકોર્ડ બનાવશે, આ માટે લગભગ 25 હજાર સ્વયંસેવકો એકઠા થયા છે. શુક્રવારની મોડી સાંજથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દીવાઓની ગણતરીમાં વ્યસ્ત છે. શનિવાર સવારથી દીવાઓમાં તેલ અને વાટ ઉમેરવાની પ્રક્રિયા શરૂ થશે. સાંજે તમામ ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવશે. અવધ યુનિવર્સિટીના યુવાનો ફરી ઇતિહાસ રચશે. જેને લઈને સ્વયંસેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરક્ષા માટે પોલીસકર્મીઓ તૈનાત
દીપોત્સવ નોડલ ઓફિસર પ્રો.સંત શરણ મિશ્રાએ જણાવ્યું કે, દીપોત્સવ અદ્દભુત બની રહેશે. પોલીસ પ્રશાસન અને યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓ દ્વારા 51 ઘાટ પરના સુરક્ષા કરવામાં આવી રહી છે. શનિવારે દીપોત્સવના દિવસે સવારે 10 વાગ્યાથી નિરીક્ષક, ઘાટ પ્રભારી, સંયોજકની દેખરેખ હેઠળ 24.60 લાખ દીવાઓમાં તેલ રેડવામાં આવશે, તેમાં રૂની વાટ લગાવવામાં અને સાંજે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.
યોજાશે લેસર શો
દીપોત્સવ દરમિયાન સરયુના પાણીના પ્રવાહમાં ભવ્ય લેસર શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સરયુ નદીના કિનારે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.જેમાં આ લેસર લાઇટ પ્રોગ્રામની થશે.સરયુ નદીના કિનારાને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે.
ADVERTISEMENT