અમદાવાદ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા ચૈતર વસાવા સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. નર્મદા પોલીસ હાલ ચૈતર વસાવાને શોધી રહી છે. આ મામલે હવે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે ડેડિયાપાડા બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ દ્વારા કરાઇ રહેલી કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટી અનેવિવિધ આદિવાસી સંગઠનો દ્વારા આવતીકાલે શનિવારે દેડિયાપાડા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આવતી કાલે સમગ્ર ડેડિયાપાડાના લોકોને બંધ પાળવા માટે અપીલ કરતા સંદેશ ફરતા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મારામારીના કેસમાં વનવિભાગ દ્વારા ફરિયાદી બનીને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. વનવિભાગની જમીન પર ખેડાણ કરતા આદિવાસીઓના મુદ્દે વનવિભાગના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલો ઉગ્ર બન્યો હતો. જેથી વન વિભાગ દ્વારા ચૈતર વસાવા ઉપરાંત તેમના પત્ની શકુંતલા બહેન સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જે પૈકી 3ને પોલીસે ઝડપી પણ લીધા છે.
ADVERTISEMENT