ઉત્તર પ્રદેશ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી પોલીસ કન્ટ્રોલ રૂમ 112ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ મોકલીને આપવામાં આવી. ધમકીમાં યોગી આદિત્યનાથને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની વાત કરાઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસમાં જોડાઈ ગઈ છે. મુખ્યમંત્રીને ધમકી આપવા મામલે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
પોલીસની ટીમો ધમકી આપનારને પકડવા કામે લાગી
લખનઉ પોલીસે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો વોટ્સએપ મેસેજ મળ્યા બાદ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આરોપીની શોધખોળ ચાલું છે. હાલમાં પોલીસ મોબાઈલ નંબરના આધારે આરોપીની શોધખોળમાં લાગી છે. આરોપીને શોધવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર પોલીસની ઘણી ટીમો કામે લગાવાઈ છે.
અગાઉ પણ યુપીના સીએમને મળી હતી ધમકી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને યુપીની ચૂંટણી પહેલા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ આરોપીઓને પોલીસે ગોરખપુરથી પકડી લીધા હતા. આગરાની જેલમાં બંધ આરોપી સોનુને ગોરખપુરની કેન્ટ પોલીસે વોરન્ટ બી હેઠળ ધરપકડ કરી લાવી અને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં તેને ગોરખપુરની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ધમકી આપનાર આરોપી ફિરોઝાબાદના સિરસાગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અહમદપુરનો રહેનારો હતો અને ભીમ આર્મીનો નેતા હતો. સોનુ ‘લેડી ડોન’ નામથી ટ્વીટર એકાઉન્ટ ચલાવતો હતો. આ એકાઉન્ટથી જ તેણે યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT