Bageshwar Dham Sarkar: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. ફેસબુક દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ લાલઘુમ થઈ ગયા છે. તેમણે બરેલીના આંવલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તરત જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળની ફરિયાદ પર FIR નોંધી છે. આરોપી વિરુદ્ધ કલમ 505(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ફૈઝ રઝા નામના શખ્સે આપી ધમકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફૈઝ રઝા નામના શખ્સે ફેસબુક પર પોસ્ટ લખી છે. તેણે તેની ફેસબુક પોસ્ટમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફોટો લગાવીને માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપીને વાંધાજનક શબ્દો લખ્યા છે. લોકસભાની ચૂંટણી વચ્ચે માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફૈઝ રઝાની ધમકી બાદ હિન્દુ સંગઠનો અને કાર્યકરોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પ્રકારની કાર્યવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચોઃ Raj Shekhavat ની પાઘડી મામલે વિવાદ, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું- આ ઘટના ખૂબ જ નિંદનીય છે
સપ્ટેમ્બર 2023માં પણ મળી હતી ધમકી
પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ છે. તેઓ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી છે અને કથાકાર છે. તેમને આ પહેલીવાર ધમકી નથી મળી, આ પહેલા પણ સપ્ટેમ્બર 2023માં તેમને ધમકી આપવામાં આવી હતી. બરેલીના રહેવાસી અનસ અંસારી નામના શખ્સે તેમને ધમકી આપી હતી, જેની પોલીસે ધરપકડ પણ કરી હતી.
ADVERTISEMENT