કેરળમાં સેના જવાનો પર જીવલેણ હુમલો, ટેપથી બાંધીને પીઠ પર લખ્યું PFI

નવી દિલ્હી : કેરળના કોલ્લમ જિલ્લામાં ભારતીય સેનાના જવાન પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ જવાનને ઢોર માર માર્યા બાદ તેની પીઠ પર…

Kerala army jawan

Kerala army jawan

follow google news

નવી દિલ્હી : કેરળના કોલ્લમ જિલ્લામાં ભારતીય સેનાના જવાન પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ જવાનને ઢોર માર માર્યા બાદ તેની પીઠ પર કલરથી PFI લખી દીધું. આ ઘટના અંગે પોલીસે FIR દાખલ કરવાની તપાસ શરૂ કરી છે. પીડિત આર્મી જવાનનું નામ શિને કુમાર છે. તેમણે પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પર 6 લોકોએ હુમલો કર્યો. આ ઘટના રવિવારે કડક્કલમાં તેમના ઘરની બાજુમાં રબરના જંગલોમાં થઇ. કુમારે કહ્યું કે, હુમલાખોરોએ મારા હાથને ટેપથી બાંધી દીધા હતા. મારી સાથે મારપીટ કરી અને મારી પીઠ પર લીલા રંગથી PFI લખી દીધું હતું.

PFI પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લાગી ચુક્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, PFI (પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા) પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન છે. આ હાલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને પ્રવર્તન નિર્દેશાલય (ED) ની તપાસના વર્તુળમાં છે. પીએફઆઇ સાથે જોડાયેલા લોકો પર મની લોન્ડ્રિંગ અને RSS નેતાઓ પર હુમલાની યોજના બનાવવા સહિત અનેક આરોપો છે. આ સંગઠનમાં પૈસાની લેવડ દેવડની તપાસ ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. PFI પર સઉદી અરબ, યુએઇ સહિત અનેક મુસ્લિમ દેશો સાથે હવાલા અને મની લોન્ડ્રિંગદ્વારા પૈસા બનાવવાનો આરોપ છે. આ અંગે દેશના અલગ-અલગ રાજ્યોમાં તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલતી રહે છે.

રજાના દિવસોમાં પોતાના ઘરે આવ્યો હતો જવાન

રિપોર્ટ અનુસાર કડક્કલમાં જે જવાન પર હુમલો થયો છે તે રજાઓમાં પોતાના ઘરે આવ્યો હતો. હાલ રાજસ્થાનમાં તેનું પોસ્ટિંગ છે. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 143 બિન કાયદેસર રીતે એકત્ર થવું, 147 તોફાન, 323 જાતે કરીને ઇજા પહોંચાડવી, 341 ખોટી રીતે અટકાયત, 153 તોફાન ભડકાવવાના ઇરાદે ઉશ્કેરવું હેઠળ કેસ દાખલ કર્યો છે.

આજે ઇડીએ પીએફાઇ સાથે જોડાયેલી તમામ રકમ શોધવાના મામલે કેરળમાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, રાજ્યના એરનાકુલમ, ત્રિશુર, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાના અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

PFI પર લાગ્યો છે 5 વર્ષનો પ્રતિબંધ

પોલીસ અધિકારીના અનુસાર વાયનાડ અને ત્રિશુરમાં જિલ્લામાં પૂર્વ પીએફાઇ નેતાઓઅબ્દુલ સમદ અને લતીફના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે, પ્રતિબંધિત સંગઠન આર્થિક વ્યવહાર કથિત સ્ત્રોત મેળવવા માટે દરોડા પાડવામાં આવ્યા કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ પીએફઆઇની બિનકાયદેસર બિનકાયદેસર ગતિવિધિ અટકાવવા માટે (UAPA) હેઠળ એક બિનકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું અને તેના પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવાયો હતો. એવું સમજવામાં આવી રહ્યું છે કે, પ્રવર્તન નિર્દેશાલય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા આર્થિક લેવડ દેવડ અંગે તપાસ કરી રહ્યા છે.

    follow whatsapp