UP News: યુપીના હમીરપુર જિલ્લામાં મૃત્યુ પછી જીવતી થયેલી એક મહિલાનું આખરે 18માં દિવસે મૃત્યુ થઈ ગયું. મહિલા બ્લડ કેન્સરથી પીડિત હતી. 18 દિવસ પહેલા જલંધરની ખાનગી હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. તબીબોએ લાશ પરિવારજનોને સોંપી હતી. પરંતુ રસ્તામાં મહિલાના શ્વાસ શરૂ થઈ ગયા. આ જોઈને પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પરંતુ હવે 18 દિવસ બાદ મહિલાનું મોત થયું છે. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
18 દિવસ પહેલા મૃત જાહેર કરાઈ હતી મહિલા
જણાવી દઈએ કે અનિતા નામની મહિલા કેન્સરની દર્દી હતી. તેનો પતિ માતાદીન રેકવાર મજૂર છે. અનીતાને 18 દિવસ પહેલા જાલંધરની ખાનગી હોસ્પિટલે મૃત જાહેર કરી હતી અને ડોક્ટરોએ તેના મૃતદેહને પેક કરીને તેને સોંપી દીધો હતો. પતિ માતાદીન એમ્બ્યુલન્સમાં મૃતદેહ લાવી રહ્યો હતો, ત્યારે અનીતાએ શ્વાસ લેવાનું શરૂ કર્યું. તે જાગી, બેઠી અને પાણી માંગ્યું. પત્નીને જીવતી જોઈ પતિની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું.
પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. અનીતાએ ગયા બુધવારે દુનિયાને અલવિદા કહ્યું. તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જાણો સમગ્ર મામલો
UPના માતાદીન રૈકવાર જાલંધરમાં તેના સંબંધીના ઘરે રહીને મજૂરીનું કામ કરે છે. તેની 33 વર્ષની પત્ની અનિતા બ્લડ કેન્સરથી પીડિત હતી. તમામ સારવાર છતાં તેની તબિયતમાં કોઈ ફેરફાર થયો ન હતો. અનિતાની હાલત સતત બગડતી રહી. પૈસાનો અભાવ પણ સારવારમાં અડચણરૂપ બન્યો હતો. પતિ માટે સારી હોસ્પિટલમાં સારવાર મેળવવી મુશ્કેલ હતી.
દરમિયાન, માતાદીન તેની પત્ની અનિતા, બે બાળકો – સમર અને સોનિયા સાથે જલંધરમાં તેના સંબંધી રાજુના ઘરે રહીને મજૂર તરીકે કામ કરવા લાગ્યા. અને ત્યાં તેણે પત્નીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાનું શરૂ કર્યું. માતાદીને જણાવ્યું કે, લગભગ 18 દિવસ પહેલા તેની પત્નીની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે ચેકઅપ બાદ અનિતાને મૃત જાહેર કરી હતી.
રસ્તામાં પત્ની જીવતી થઈ
માતાદિનના કહેવા પ્રમાણે- અમે એમ્બ્યુલન્સમાં મૃતદેહ લાવી રહ્યા હતા. પછી રસ્તામાં અનિતાએ શ્વાસ લેવાનું શરૂ કર્યું. પહેલા તો બધા ડરી ગયા, પણ બીજી જ ક્ષણે બધાના ચહેરા ખુશ થઈ ગયા.
માતાદીને જણાવ્યું કે ત્યારથી અનિતા ઘરમાં જ હતી. તેની કાળજી લેવામાં આવી રહી હતી. પરંતુ ગત મંગળવારે રાત્રે અનિતાની તબિયત લથડી હતી અને સવાર સુધીમાં તેનું ઘરે જ મૃત્યુ થયું હતું. 18 દિવસ પહેલા મૃત્યુને હરાવીને પરત ફરેલી અનિતાના શ્વાસ બંધ થતાં તેના બાળકો અને પતિ રડવા લાગ્યા હતા. અનીતાના મૃતદેહનો ગામમાં જ બપોરે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
સારવાર માટે પતિ દેવાદાર બન્યો હતો
ગામલોકોએ જણાવ્યું કે, માતાદીન એક ગરીબ મજૂર છે. પત્ની બ્લડ કેન્સર જેવી બિમારીથી પીડિત થયા બાદ તેની સારવાર માટે પતિ દેવાદાર બની ગયો છે. તેણે સંબંધીઓ તેમજ શાહુકારો પાસેથી લોન લીધી છે, જે લગભગ રૂ. 5 લાખ છે.
ADVERTISEMENT