4 વર્ષથી નાના બાળકોને ન આપવી જોઈએ આ કફ સિરપ…DCGIની ફાર્માસ્યુટિકલ કંપનીઓને ચેતવણી

DGCI Warning: ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGIએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસની કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતા ચેતવણી જાહેર કરી છે.…

gujarattak
follow google news

DGCI Warning: ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGIએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસની કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતા ચેતવણી જાહેર કરી છે. DCGIએ 18 ડિસેમ્બરે તમામ રાજ્યોને એક પત્ર લખ્યો છે. જેમા બે દવાઓ, ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનના કોકટેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી તમામ કફ સિરપના પેકેજિંગ પર યોગ્ય લેબલિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિર્દેશ

વાસ્તવમાં આ બંને દવાઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલી સિરપ અથવા ગાળીઓ (Tablet)નો ઉપયોગ સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે કરવામાં આવે છે. સિરપના ઉપયોગથી વિશ્વભરમાં થયેલા 141 બાળકોના મોતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ બંને દવાઓ (ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન)ના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલી સિપરના લેબલને તાત્કાલિક અપડેટ કરવાનો તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.

કોકાટે સમિતિની ભલામણ પર લેવાયો નિર્ણય

તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રોમાં કહેવામાં આવ્યું છે કે, “ક્લોરફેનિરામાઇન મેલેટ IP 2mg + Phenylephrine HCI IP 5mg Drop/mlના ફિક્સ ડોઝ કોમ્બિનેશનને પ્રોફેસર કોકાટેની સમિતિ દ્વારા તર્કસંગત ઘોષિત કરાયો છે અને સમિતિની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

પેકેજિંગ પર ચેતવણીઓ લખવા માટે કંપનીઓને સૂચનાઓ

પત્રમાં લખવામાં આવ્યું છે કે, ”સમિતિએ ભલામણ કરી છે કે FDCનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન કરવો જોઈએ અને તે મુજબ કંપનીઓએ લેબલ અને પેકેજ ઈન્સર્ટ પર આ સંદર્ભમાં ચેતવણીનો ઉલ્લેખ કરવો જોઈએ.”

DCGIના આદેશ પર બાળરોગ નિષ્ણાતે શું કહ્યું?

ન્યૂઝ એજન્સીએ આ મામલે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડૉ. ધીરેન ગુપ્તા સાથે વાત કરી. તેમણે કહ્યું, “1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ + ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડની સલાહ આપવામાં આવતી નથી. 2થી 4 વર્ષની વયના બાળકો માટે સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ભલે આ દવા લખવામાં આવી હોય, પરંતુ તેનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં અને ઓછા સમય માટે કરવા જોઈએ. કારણ કે બેભાન થવા જેવા તેના સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે.

FDCનો ઉપયોગ ન કરવો

SECની ભલામણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ ઉત્પાદકોને લેબલ અને પેકેજ ઇન્સર્ટ/પ્રમોશન પર ચેતવણીઓનો ઉલ્લેખ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે FDCનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં.

    follow whatsapp