નવી દિલ્હી : પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયા એકવાર ફરીથી ચર્ચામાં છે. જો કે તેમની ચર્ચા ક્રિકેટ અંગે નહી પરંતુ એક હિંદૂ હોવાના નાતે તેમને પાકિસ્તાનમાં કેવા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો તે અંગે થઇ રહી છે. તેની માહિતી તેમણે પોતે સૌની સામે મુકી છે અને જણાવ્યું કે, Pakistan Team ના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ તેમના પર ધર્મ પરિવર્તનનું દબાણ બનાવ્યું અને આ તમામ ઘટનાક્રમોની સીધી અસર તેની કારકિર્દી અને કમાણી પર પડી.
ADVERTISEMENT
અત્રે નોંદનીય છે કે, જ્યાં પાકિસ્તાનના બીજા ખેલાડી આર્થિક સાધન્ન સંપન્નતાના શિખરે પહોંચી ચુક્યા છે. તો બીજી તરફ હિંદુ ખેલાડી દાનિશ ક્રિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા થનારી કમાણીથી પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબુર છે.
પાકિસ્તાનમાં હિંદુ હોવું મોટો ગુનો
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનોરિયાએ વર્ષ 2000થી 2010 સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે રમત રમી. ડાબા હાથના લેગ સ્પિનર કનેરિયા વસીમ અકરમ બાદ બીજા સૌથી વધારે વિકેટ લેનારા બોલર રહ્યા છે. શાનદાર પ્રતિભાના ધની આ ક્રિકેટરનો વાંક માત્ર એટલો જ છે કે તે હિંદુ છે અને પાકિસ્તાનમાં જન્મ લીધો છે. 16 ડિસેમ્બર 1980 ના રોજ જન્મેલા દાનિશ હવે 42 વર્ષના થઇ ચુક્યા છે અને તેમના લગ્ન સુમૈરા કનેરિયા સાથે થઇ છે. તેનો એક પુત્ર અને એક પુત્રી છે. પાકિસ્તાન માટે 60 થી વધારે ટેસ્ટ મેચ અને આશરે 20 વન ડે રમનારા કનેરિયા IPL માં ભાગ લઇ ચુક્યા છે.
આટલી સંપત્તિના માલિક છે દાનિશ
હવે વાત કરીએહિંદુ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાની નેટવર્થ કરી, તો રિપોર્ટ્સ અનુસાર તેમની સપત્તિ 2થી 5 મિલિયન ડોલરની વચ્ચે છે. પાકિસ્તાનીક્રિકેટ બોર્ડનાં રૂક્ષ વલણના શિકાર આ ક્રિકેટરે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કમાણીનું સાધન બનાવ્યું છે. તેમની પોતાની યૂટ્યૂબ ચેનલ Danish Kaneria 261 છે, જેના પર તેઓ ક્રિકેટ ટીમની પોલ ખોલતા રહે છે. આ ઉપરાંત ફેસબુક સહિતના અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ખાસ એક્ટિવ છે.
ક્રિકેટર છેલ્લા 10 વર્ષથી બરોજગાર
ગત્ત 10 વર્ષથી બેરોજગાર આ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાની Youtube દ્વારા સરેરાશ કમાઇી 7378 થી 21,067 રૂપિયા ચ્ચે હોય છે. આ સાથે જ દાનિશન કનેરિયા અનેક ટીવી ચેનલ્સ પર એક્સર્ટ્સ તરીકે સમાવેશ હોય છે, જેમાં પણતેમની આવક હોય છે, તે ઉપરાંત તેમના ઇસ્ટાગ્રામ પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોય છે.
દાનિશ કરતા 6 ગણી વધારે છે આફ્રીદીની સંપત્તી
પાકિસ્તાનમાં હિંદુ ખેલાડીની સાથે કરાયેલા ભેદભાવની અસર તેમના અંગત જીવન પર પણ ડે છે. એક તરફ શાનદાર પર્ફોમન્સ કરનારા દાનિશ દિગ્ગજ સ્પિનર હોવા છતા પણ ક્રિકેટથી દુર છે અને જીવન જીવવા માટે અન્ય માધ્યમોથી કમાણી કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની સાથે ક્રિકેટર રહેલા પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રીદી આશરે 30 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. દાનિશની સંપત્તી કરતા 6 ગણી વધારે છે.
દાનિશ કનોરિયાએ આજતક સાથે કર્યો ઇન્ટરવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયાએ આજતક સાથે ઇંટરવ્યુ દરમિયાન પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ, મેદાન પર નમાજ પઢવા અને ધર્મપરિવર્તન જેવા અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેમણે ખુલા શબ્દોમાંક હ્યું કે, મને પોતાની ટીમમાં અથવા પીસીબી બોર્ડ તરફથી કોઇ સપોર્ટ મળ્યો નથી. પાકિસ્તાનમાં કોઇ હિંદુ ક્યારે કોઇ મોટા પરદા પર નથી આવ્યો.
ADVERTISEMENT