નવી દિલ્હી : તુર્કી અને સીરિયામાં ભુકંપે ભારે તબાહી મચાવી દીધી છે. તુર્કીમાં સોમવારે સવારે 7.8 ની તીવ્રતાનો ભુકંપ નોંધાયો હતો. ત્યાર બાદ બપોરે 7.6 ની તીવ્રતાનો વધારે એક ઝટકો અનુભવાયો હતો. ત્યાર બાદ સાંજે ત્રીજો પણ ભુકંપનો ઝટકો આવ્યો હતો. જો કે તેની તિવ્રતા 6.0 ની હતી. તુર્કીની ડિજાસ્ટર એન્ડર ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD) અનુસાર ભુકંપના કારણે અત્યાર સુધી એક હજારથી વધારે લોકોના મોત થઇ ચુક્યાં છે. જ્યારે 5 હજારથી વધારે લોકો ઘાયલ છે. જે પૈકી અનેક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.
ADVERTISEMENT
સવારે એક ધરતીકંપ બાદ બપોરે અને સાંજે પણ ધરતીકંપ નોંધાયા
રિપોર્ટ અનુસાર તુર્કીમાં 7.5 તીવ્રતાના બીજા ભુકંપનું કેન્દ્ર એલ્બિસ્તાન હતું. જે સમયે બીજો ધરતીકંપ આવ્યો તે સમયે પણ લોકો તત્કાલ ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોટી તીવ્રતાના ભુકંપ બાદ આફ્ટરશોક આવવાથી તુર્કીમાં હજી પણ વધારે તબાહી મચી શકે છે. નિષ્ણાંતો અનુસાર જ્યારે વધારે તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યાર બાદ આફ્ટરશોકના ઝટકાઓ આવી શકે છે. આ ઝટકા ખુબ જ ખતરનાક સાબિત થાય છે.
આફ્ટરશોક ધરતીકંપ કરતા વધારે ખતરનાક હોય છે
જે ઇમારતો પહેલીવાર ધરતીકંપને ખમી જાય છે તે બીજા ધરતીકંપમાં પડી જવાની શક્યતા વધી જાય છે. ધરતીકંપના કારણે થયેલી તબાહી મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપે તત્કાલ બેઠક બોલાવી છે. રાષ્ટ્રપતિ રેચેપે કહ્યું કે, ધરતીકંપ પીડિતોની દરેક સંભવ મદદ કરવામાં આવશે.
આફ્ટરશોકની તિવ્રતા ઓછી હોય છે પરંતુ તે સૌથી વધારે જોખમી હોય છે
રિપોર્ટ્સ અનુસાર એક જ દિવસમાં બીજી વાર ખતરનાક તીવ્રતાના ધરતીકંપ સ્થિતિ વધારે બગાડી શકે છે. પહેલાથી જ સોમવારે સવારે આવેલા ધરતીકંપના કારણે પહેલાથી જ ત્રાસદી મચેલી છે જે હવે વધારે ભયાનક થઇ ચુકી છે. બીજી તરફ ખરાબ વાતાવરણ અને વરસાદના કારણે બચાવ અને રાહત દળને લોકોને રેસક્યું કરવાનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી આ તબાહી વચ્ચે નિષ્ણાંતોની આગાહી ચિંતાનો વિષય છે.
નિષ્ણાંતોની આશંકાને પગલે અત્યારથી જ તૈયારીઓ કરવી જરૂરી
નિષ્ણાંતોના અનુસાર તુર્કીમાં હવે ભૂકંપ બાદ આગામી આફ્ટર શોકનો ડર પણ વધી ગયો છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો એવી છે જેમાં તિરાડો પડી ચુકી છે. અત્યાર સુધી આ તમામ ઇમારતો ભૂકંપના ઝટકા સહી ચુકી છે, જો કે એકવાર પણ હળવો ભુકંપ આવ્યો તો ટકી રહેલી ઇમારતો તુટી પડવાની શક્યતા છે. આવું જ રહેશે તો તબાહી મચશે પરંતુ લોકોના જીવ બચાવવી મુશ્કેલ થઇ જશે. મોટા પ્રમાણમાં લોકોના જીવ જશે. અબજો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નષ્ટ થઇ શકે છે.
ADVERTISEMENT