ભારતમાં દરરોજ 464 બાળકોના મોત, માસૂમો માટે કોણ બન્યું 'યમરાજ'?

સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SoGA) 2024ના ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 464 બાળકો મૃત્યુ પામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવામાં PM2.5 નામના સૂક્ષ્મ કણો જોવા મળે છે, જે એટલા નાના હોય છે કે તે સીધા ફેફસામાં જઈ શકે છે, તે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુનું મુખ્ય કારણ છે.

એર પોલ્યુશન

air polution

follow google news

Risk Of Air Pollution : સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SoGA) 2024ના ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 464 બાળકો મૃત્યુ પામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવામાં PM2.5 નામના સૂક્ષ્મ કણો જોવા મળે છે, જે એટલા નાના હોય છે કે તે સીધા ફેફસામાં જઈ શકે છે, તે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુનું મુખ્ય કારણ છે.

આ કણો હૃદય રોગ, સ્ટ્રોક, ફેફસાના કેન્સર અને શ્વસન રોગો જેવા જીવલેણ રોગોને જન્મ આપી શકે છે. વાયુ પ્રદૂષણને કારણે જીવ ગુમાવનારા બાળકોમાં સૌથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે.

મોતનું સૌથી મોટું કારણ

સંશોધન મુજબ, વાયુ પ્રદૂષણ તમાકુ અને ડાયાબિટીસને પાછળ છોડીને મૃત્યુના મોટું કારણ છે. માત્ર હાઈ બ્લડ પ્રેશરથી પાછળ છે.

આ શહેરોમાં વધુ ખતરો છે

રિપોર્ટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા નિર્ધારિત સલામત મર્યાદા કરતા અનેકગણું વધારે છે, જે તેમને બાળકો માટે સૌથી ખતરનાક શહેર બનાવે છે.

2021માં દર ચારમાંથી એક મૃત્યુ ભારતમાં

અહેવાલ મુજબ, વાયુ પ્રદૂષણ સાથે સંકળાયેલા રોગો અને વિકૃતિઓથી 2021માં વિશ્વભરમાં 8.1 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં ચારમાંથી એક મૃત્યુ ભારતમાં થાય છે.

વાયુ પ્રદુષણ બાળકો માટે બન્યું 'યમરાજ'

યુનિસેફના સહયોગથી પ્રથમ વખત તૈયાર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાસ કરીને સંવેદનશીલ હોય છે. ખાસ કરીને આવા બાળકો કે જેઓ જન્મથી ઓછા વજન, અસ્થમા અને ફેફસાના રોગોનો ભોગ બને છે.

    follow whatsapp