Cyclone Mocha આજે થશે એક્ટિવ, આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષના પ્રથમ તોફાન મોકાના આગમનનો અવાજ સંભળાવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતી…

Cyclone Mocha આજે થશે એક્ટિવ, આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ

Cyclone Mocha આજે થશે એક્ટિવ, આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ

follow google news

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષના પ્રથમ તોફાન મોકાના આગમનનો અવાજ સંભળાવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતી તોફાનના માર્ગ વિશે કોઈ માહિતી નથી. તેમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે આ તોફાન તબાહી મચાવી શકે છે. તે 2022માં ચક્રવાતી તોફાન ‘અસાની’ જેવું બની શકે છે. તેના આગમનને કારણે 10 મેના રોજ કેટલીક જગ્યાએ 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ચક્રવાત આજે શનિવારે એટલે કે 6મે 2023એ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાશે. ડીપ ડિપ્રેશન એક ચક્રવાતનું રુપ લેશે.

આવતીકાલથી વાવાઝોડાની અસર જોવા મળશે
IMDના એલર્ટ અનુસાર, 6 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત વિકસી શકે છે. 7 મેના રોજ અહીં હવાના ઓછા દબાણનો વિસ્તાર બનશે. 8 મેના રોજ, તે મધ્ય બંગાળની ખાડી તરફ ઉત્તર તરફ આગળ વધીને ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. ચક્રવાતી તોફાનના માર્ગ અને તેની તીવ્રતા વિશે વધુ વિગતો 7 મેના રોજ જાણવા મળશે.

Neeraj Chopra Wins Doha Diamond league: નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયન એંડરસન પીટર્સને પછાડી મેળવી જીત

આગામી પાંચ દિવસ માટે એલર્ટ
– 7 અને 8 મેના રોજ આંદામાન-નિકોબારમાં મોટાભાગના સ્થળોએ હળવો વરસાદ પડશે.
– કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે.
– જોરદાર પવન 40-50 કિમી/કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
– 10 મેની આ ઝડપ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગે સલાહ આપી છે કે…
– માછીમારો, નાના જહાજો, બોટ અને પ્રવાસીઓને 7 મેથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
– જે લોકો અહીં છે તેઓએ 7 મે પહેલા સુરક્ષિત સ્થળોએ પહોંચી જવું જોઈએ.
– 8થી 11 મે સુધીમાં પ્રવાસન, શિપિંગ અને અન્ય પ્રવૃત્તિઓનું નિયમન કરવાની સલાહ આપવામાં આવી છે.

ભારતથી મ્યાનમાર સુધી અસર
નિષ્ણાતોના મતે ચક્રવાતી તોફાનનો સંભવિત રસ્તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ હોઈ શકે છે. તોફાનની અસર પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી જોવા મળી શકે છે. આ કારણે તમિલનાડુમાં વરસાદ વધવાની શક્યતા નથી. તામિલનાડુમાં 10 મેથી તાપમાન વધી શકે છે. ઓડિશા રાજ્ય સરકારે 18 તટીય અને આસપાસના જિલ્લાઓને એલર્ટ કર્યા છે.

    follow whatsapp