પશ્ચિમબંગાળઃ ચક્રવાત મોચા કે જે ભારતની નજીકથી અને બંગાળી ખાડીમાં ઊભું થતા તેની ભયાનક સેટેલાઈટ તસવીરો સામે આવી છે. બાંગલાદેશમાં પણ ચક્રવાતી તોફાનનો ભય જોવાઈ રહ્યો છે. બાંગલાદેશના અધિકારીઓએ શનિવારે દક્ષિણ પૂર્વી સમુદ્રી તટ પરથી ઘણા લાખોની જનતાને સ્થળાંતરિત કરવાના નિર્દેશો આપ્યા હતા. તટ પર જે રીતે તબાહી મચી શકે છે તેનાથી રોહિંગ્યા શરણાર્થીઓના શિબિરને જોખમ છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ હાઈવે પર ટ્રેક્ટર અને કાર ભટકાયા, મહિલાનું મોત, પુરુષ ગંભીર હાલતમાં
શક્તિશાળી ચક્રવાતથી ભય
બે દાયકામાં બાંગલાદેશમાં જોવામાં આવેલા શક્તિશાળી ચક્રવાતો પૈકી મોચાને એક માનવામાં આવી રહ્યું છે. આજે રવિવારે બાંગલાદેશ અને મ્યાંમારમાં તે દરિયાઈ તટ પરથી એન્ટ્રી કરી લેશે. આ તમામ બાબતો વચ્ચે મોચાની ભયાનકતા સેટેલાઈટ વીડિયોઝથી જ લગાવી શકાય છે. આ ઈમેજીસ પરથી તેની શક્તિ અને તે પછી થતી અસરને પણ અંદાજી શકાશે.
ADVERTISEMENT