ચેન્નાઇ : અરબી સમુદ્રમાં પેદા થયેલા ચક્રવાતી તોફાન મિચૈંગ આંધ્રપ્રદેશ તરફ આગળ ધસી રહ્યું છે. મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રના દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. હાલમાં તે 100 કિલોમીટર દુર છે તેમ છતા પણ તમિલનાડુમાં વિનાશ જોવા મળી રહ્યો છે. મિચોંગની અસરના કારણે રાજધાની ચેન્નાઇમાં વરસાદે છેલ્લા 80 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. તંત્ર સંપુર્ણ રીતે જાણે કે પાંગળુ સાબિત થઇ રહ્યું છે.
ADVERTISEMENT
ચેન્નાઇમાં વરસાદે 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો
મિચૌંગની અસરના કારણે ચેન્નાઇમાં વરસાદે 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વરસાદ એટલો ભયાનક હતો કે, શહેરમાં ગાડીઓ રમકડાની જેમ તણાવા લાગી હતી. રસ્તા પર ગાડીઓની સાથે સાથે મગર પણ તરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાણીમાં જોવા મળતા અનેક જીવજંતુઓ પણ શહેરની ગલીઓમાં તરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો થયા વાયરલ
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં પાણીમાં સાપ,મગર અને માછલી તરતા જોવા મળી રહ્યા છે. મિચૈંગની સૌથી ખરાબ અસર ચેન્નાઇ પર જોવા મળી રહી છે. ચેન્નાઇ એરપોર્ટ પણ હાલ પાણી-પાણી છે. વિમાનના ટાયર ડુબી જાય તેટલા પાણી એરપોર્ટના હેંગરમાં પણ ભરાયા છે.
ADVERTISEMENT