નવી દિલ્હી : વિજયવાડામાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટઃ મિચોંગ ચક્રવાતની અસર રમતગમત પર પણ જોવા મળી રહી છે. તોફાન અને ભારે વરસાદના કારણે વિજયવાડામાં લગભગ 200 ટેબલ ટેનિસ ખેલાડીઓ ફસાયેલા છે. આ ખેલાડીઓ વિવિધ વય જૂથો માટે આયોજિત નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં રમવા માટે અહીં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ સોમવારે જ સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ હવે ખેલાડીઓ સ્થળની બહાર આવી શકતા નથી. ખેલાડીઓની સાથે તેમના પરિવારના સભ્યો પણ શહેરમાં અટવાયા છે.
ADVERTISEMENT
નેશનલ રેન્કિંગ ઈવેન્ટ અંતર્ગત પાંચ ઝોનની ટુર્નામેન્ટનો છેલ્લો બીજો રાઉન્ડ વિજયવાડામાં યોજાયો હતો. આ રેન્કિંગ ઈવેન્ટનો છેલ્લો રાઉન્ડ 8 ડિસેમ્બરથી પંચકુલામાં શરૂ થવાનો છે. તમામ ખેલાડીઓએ આ તારીખ સુધીમાં સ્થળ પર પહોંચી જવાનું છે પરંતુ વિજયવાડામાં જે રીતે પરિસ્થિતિ છે તે જોતા ખેલાડીઓ માટે સમયસર પંચકુલામાં પહોંચવું અશક્ય લાગે છે. શક્ય છે કે ટેબલ ટેનિસ એસોસિએશન હવે આગામી ટુર્નામેન્ટની તારીખ મોકૂફ રાખે.
બાળકો ફસાતા વાલીઓમાં પણ ચિંતા
પોતાના બાળકો સાથે વિજયવાડા આવેલા વાલીઓ પણ ખૂબ જ ચિંતિત છે. કેટલાકે ફ્લાઇટ બુક કરાવી હતી અને કેટલાકે ટ્રેન બુક કરાવી હતી, પરંતુ હાલમાં મોટાભાગના પરિવહનના સાધનો બંધ છે. શહેરમાં પાણી ભરાવાના કારણે બહારગામથી આવેલા આ પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મિચોંગ તોફાનનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું
મિચોંગે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. માત્ર ધંધા-રોજગાર અટકી ગયા છે એટલું જ નહીં, પરિવહનના સાધનો પણ ઠપ્પ થઈ ગયા છે. આ વાવાઝોડાએ ચેન્નાઈ શહેરમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાની અસર દરિયા કિનારે આવેલા વિજયવાડા શહેરમાં વ્યાપક છે. શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
ADVERTISEMENT