Crime News: આપણા ગુજરાતીમાં કહેવા છે ને કે શંકાને કોઈ સ્થાન નથી તો આજે તે જ કહેવતનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શંકાના કારણે એક પરિવાર વિખાય ગયો. આ વાત છે મધ્યપ્રદેશના અશોકનગરની કે જ્યાં પતિને પત્ની પર શંકા થતાં તેના હાથ કાપી નાખ્યા.
ADVERTISEMENT
શંકાએ પરિવાર વિખેરયો
સમગ્ર ઘટના એવી છે કે, અશોકનગરમાં 35 વર્ષીય મહિલાના પતિને તેની પત્ની પર શંકા હતી કે તેનું કોઈ સાથે અફેર છે અને એટલે જ તેનો મોબાઈલ વ્યસ્ત રહે છે. આ શંકા એટલી હદે થવા લાગી કે તેની પત્ની તેના પરિવાર કે મિત્રો સાથે વાત કરે તો પણ તેને લાગશે કે તે તેના પ્રેમી સાથે વાત કરી રહી છે. આ મુદ્દે એક દિવસ રાત્રે બોલાચાલી બાદ જ્યારે આખો પરિવાર સૂઈ ગયો ત્યારે તેને ઊંઘ ન આવી. આખરે તેણે ખૂબ જ ખતરનાક નિર્ણય કર્યો અને રાત્રીના 2 વાગ્યાની આસપાસ કુહાડી ઉપાડીને સૂતેલી પત્નીના જમણા હાથને જ કાપી નાખ્યો. પરંતુ આનાથી પણ પતિને રાહત ન થઈ અને તેણે તેની પત્નીના પગ પર પણ કુહાડી વડે હુમલો કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેની ચીસો સાંભળીને બાળકો જાગી ગયા હતા અને પતિ ઉતાવળે પત્નીનો કપાયેલો હાથ ઉપાડી ઘરની બહાર ભાગી ગયો હતો.
ખાખીના ઉમેદવારો તૈયારી શરૂ કરી દો, પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર!
પત્નીએ જણાવ્યો સમગ્ર ઘટના ક્રમ
પડોશીઓએ તરત જ પોલીસને જાણ કરી અને કોઈક રીતે પોલીસે લોહીલુહાણ પીડિત હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. હોશમાં આવ્યા બાદ પત્નીએ પોલીસને જણાવ્યું કે તેના લગ્ન સોળ વર્ષ પહેલા જગદંબા કોલોની, અશોકનગરમાં રહેતા કમલ અહિરવાર સાથે થયા હતા. બંનેને ચાર બાળકો પણ હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી કમલને શંકાનો રોગ થયો હતો. તેને સમજાવવાના ઘણા પ્રયત્નો છતાં તેની પત્ની મોબાઈલ ફોન પર વાત કરવી તેને ખૂબ જ અણગમતી હતી અને આ મુદ્દે તેઓ અવારનવાર ઝઘડા કરતા હતા. પરંતુ કોઈ માની ન શકે કે કમલનું મોબાઈલ પ્રત્યેનું વળગણ તેના મન પર એટલું હાવી થઈ જશે કે તે તેની પત્નીનો હાથ કાપી નાખશે. હાલ પોલીસ દ્વારા કમલ પર હત્યાનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT