ક્રિકેટર હાર્દિક પંડ્યા ઉદેપુરમાં ફરીથી લગ્ન કરશે, 3 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

ઉદયપુર : ભારતીય ટીમ ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકવાર ફરીથી લગ્ન કરવા જઇ રહ્યા છે. ફક્શન આજથી ઉદયપુરમાં શરૂ થઇ…

gujarattak
follow google news

ઉદયપુર : ભારતીય ટીમ ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકવાર ફરીથી લગ્ન કરવા જઇ રહ્યા છે. ફક્શન આજથી ઉદયપુરમાં શરૂ થઇ ચુક્યું છે. આ આગામી બે દિવસ સુધી ચાલશે. 14 તારીખે એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરશે. આ પહેલા બંન્નેએ 31 મે 202 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે આ વખતે તેઓ પારંપરિક રીતિ રિવાજથી લગ્ન કરશે. ફંક્શન રેફલ્સ હોટલમાં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમનો બે વર્ષનો પુત્ર અગત્સ્ય પણ છે.

હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિકે 3 વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા
લગ્ન માટે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજે ઉદયપુર પહોંચ્યા હતા. તેમની સાથે પરિવારના સભ્યો અને ઇન્ડિયન ક્રિકેટર ઇશાન કિશન પણ હતો. આજે સાંજે લગ્નના વિધિ વિધાન શરૂ થઇ ગયા, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે મહેંદીની રસ્મ થઇ. મંગળવારે હલદી અને સંગીત સહિત અન્ય કાર્યક્રમો થશે.

સર્બિયન અભિનેત્રી સાથે નાઇટ ક્લબમાં મુલાકાત બાદ બંન્ને પરણ્યા હતા
સર્બિયાની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક નચ બલિયે સિઝન 9 માં પોતાના એક્સ બોયફ્રેંડ અલી ગોની સાથે જોવા મળ્યા હતા. હાર્દિક અને નતાશાની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઇ હતી. અહીંથી જ બંન્ને વચ્ચે લવ સ્ટોરી શરૂ થઇ ગઇ હતી. હાર્દિકે 1 જાન્યુઆરી, 2020 ના દિવસે નતાશા સાથે સગાઇ કરી હતી. તેની માહિતી પણ તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ત્યાર બાદ 31 મે, 2020 ના રોજ નતાશા અને હાર્દિકે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે, તેઓ પેરેન્ટ્સ બનવાના છે. 30 જુલાઇના રોજ એક ફોટો શેર કરતા હાર્દિકે પુત્ર થયો હોવાની માહિતી આપી હતી. ત્યારે તેમણે લખ્યું હતુ કે, અમે પુત્ર તરીકે આશીર્વાદ મળ્યો છે. બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. તેમાં પરિવારના લોકો જ જોડાયા હતા.

સગાઇ અંગે તેના માતા-પિતાને પણ માહિતી નહોતી
હાર્દિકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મારી સગાઇ અંગે મારા માતા-પિતાનેપ ણ માહિતી નહોતી. ભાઇ ક્રૃણાલને પણ બે દિવસ પહેલાજ માહિતી આપી હતી. બધુ થયા છતા પરિવારે મારો સાથ આપ્યો. સગાઇ બાદ હાર્દિકે ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તમામને માહિતી આપી હતી.

    follow whatsapp