Covid Cases: ભારતથી સિંગાપોર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસે એકવાર ફરી ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 300 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણને કારણે 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 દર્દીઓ ફક્ત કેરળના છે, જ્યારે એક દર્દી ઉત્તર પ્રદેશથી છે.
ADVERTISEMENT
ભારતમાં નોંધાયા 335 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં રવિવારે 335 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે બાદ એક્ટિવ કેસ વધીને 1,701 થઈ ગયા છે. આ વચ્ચે કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પણ પુષ્ટિ થઈ છે.
અત્યાર સુધીમાં 5 લાખથી વધારે મૃત્યુ
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 5 વધુ દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 પર પહોંચ્યો છે. બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશમાં રિકવરી રેટ 98.81 ટકા તો મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વેક્સિનના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
તમિલનાડુમાં નોંધાયો હતો JN.1 સબ-વેરિઅન્ટ
ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. 8 ડિસેમ્બરે કેરળમાં કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1નો એક કેસ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 18 નવેમ્બરે આવ્યો હતો. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
ADVERTISEMENT