COVID-19 New Jn.1 Variant : કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનનું સબ વેરિએન્ટ જેએન.1 (JN.1) 41 દેશો બાદ ભારતમાં પણ ફેલાઇ રહ્યો છે. આ વાયરસના લક્ષણ શું છે? તે કેટલો ગંભીર છે?
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં ગુરૂવારે 594 નવા કોવિડ 19 ના કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2311 થી વધીને 2669 થઇ ગઇ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આગામી સમયમાં કોરોનાના કેસ વધી શકે છે કારણ કે ભારતમાં કોરોનાના નવા સબ વેરિએન્ટ જેએન.1 ના કેસ પણ સામે આવી ચુક્યા છે. જેએન.1 આ ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA 2.86 થી બનેો છે અને 2022 ની શરૂઆતમાં BA.2.86 એ જ તબાહી મચાવી હતી.
માત્ર ભારત જ નહી પરંતુ JN.1 કોવિડ-19 વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. WHO એ પહેલા જ તેને વેરિયન્ટ ઓફ ઇંટરેસ્ટ ગણાવ્યું છે. જો કે શું તેના કારણે કોઇ ગંભીર ખતરો છે? જો હા તો તે કેટલો ચિંતાજનક છે અને નહી તો આપણે તેને ક્યારે ગંભીર અને ચિંતાનો વિષય માનવો જોઇએ.
શું તેના કારણે કોઇ ગંભીર ખતરો પેદા થયો છે?
નીતિ આયોગના મેંબર વીકે પોલે કહ્યું કે, જે.એન1 વેરિયન્ટના કારણે કોવિડના કેસમાં વધારો થયો છે. જો કે તેના કારણે ગંભીર કેસની સંખ્યામાં કોઇ વધારો નથી થયો. આ તે જ વાયરસ છે જે અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે.
WHO નું કહેવું છે કે JN.1 વેરિયન્ટના સ્વાસ્થય પ્રભાવને જાણવા માટે વધારે અભ્યાસની આવશ્યકતા છે. જેએન.1 મજબુત ઇમ્યુનિટીના લોકોને પણ પોતાની ઝપટે ચડાવે છે. જે દેશોમાં ઠંડી પડી રહી છે, તેમણે ખાસ સાવધ રહેવાની જરૂર છે.
WHO ની પૂર્વ સાયન્ટીસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથકે કહ્યું કે, સિઝનલ ફ્લુ જેવા ઇન્ફ્લૂએંજા એ (HIN1 Dvs H3N2), એડેનોવાયરસ, રાયનો વાયરસ અને રેસ્પિરેટરી સિંકાઇટિયલ વાયરસના કારણે થનારા શ્વસન સંક્રમણ, ચોમાસા સંબંધિત બીમારીઓના કારણે બની શકે છે કારણ કે તેના લક્ષણ પણ કોવિડ-19 લક્ષણો જેવી જ હોય છે.
તેમણે આગળ કહ્યું કે, લક્ષણોવાળા દરેક વ્યક્તિની ટેસ્ટિંગ કરવું શક્ય નથી માટે તેને ગંભીર લક્ષણ હોય તેમની તપાસ કરવી જોઇએ. બીજી તરફ જે લોકો હોસ્પિટલમાં એડમિટ છે અને તેમને ગંભીર શ્વસનની બિમારી કે ન્યૂમોનિયા છે તેની તપાસ કરવી જોઇએ.
જેએન.1 વેરિયન્ટના લક્ષણ
કોવિડ-19 ના લક્ષણ હાલ દરેક વેરિયન્ટમાં કોમન રહે છે. સીડીસીના અનુસાર જેએન.1 વેરિયન્ટ અન્ય વેરિયન્ટની તુલનામાં નવા લક્ષણની સાથે ફેલાઇ પણ શકે છે અને નહી પણ. અત્યાર સુધી કોરોનાના દર્દીઓ સૌથી વધારે જે લક્ષણ જોવ મળે છે તેમાં તાવ, નાકમાંથી સતત પાણી પડવું, ગળામાં ખારાશ, માથુ દુખવું અને હળવા ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ લક્ષણનો સમાવેશ થાય છે.
શું આપણે માસ્ક પહેરવું જરૂરૂ?
પબ્લિક હેલ્થના પૂર્વ ડાયરેક્ટર કે.કોલંદાઇસામી કહે છે કે, લગ્ન હોલ, ટ્રેન અને બસ જેવી ભીડભાડવાળી કોઇ પણ જગ્યા પર માસ્ક પહેરવું હિતાવહ છે. આ તમને ન માત્ર કોવિડ પરંતુ હવામાં ફેલાતી કોઇ પણ બિમારીથી દુર રાખે છે. જો કે હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઇ જરૂરિયાત નથી. વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને નબળી ઇમ્યુનિટી વાળા લોકોને ભીડભાડવાળા સ્થળો પર બચવું જોઇએ. જો તેઓ કદાચ બહાર જાય પણ છે તો તેમણે માસ્ક જરૂર પહેરવું જોઇએ. શ્વસન સંબંધિત સંક્રમણ, શરદી ઉધરસ હોય તેવા લોકોએ પણ માસ્ક પહેરવા જોઇએ જેથી તેમનું સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય.
ADVERTISEMENT