મફત આપવાની જાહેરાતો પર PM મોદીએ કહ્યું, રેવડી કલ્ચરથી દેશ આત્મનિર્ભર નહીં બને

પાણીપત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પાણીપતમાં 909 કરોડ રૂપિયાના ખર્ચે 35 એકરમાં બનેલા સેકન્ડ જનરેશનના એક ઈથેનોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ બાદ તેમણે…

gujarattak
follow google news

પાણીપત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પાણીપતમાં 909 કરોડ રૂપિયાના ખર્ચે 35 એકરમાં બનેલા સેકન્ડ જનરેશનના એક ઈથેનોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ બાદ તેમણે છેલ્લા કેટલાક દિવસોથી કાળા કપડા પહેરીને સરકારનો વિરોધ કરી રહેલા વિપક્ષને ઘેર્યું હતું. આ સાથે જ તેમણે મફતના રેવડી કલ્ચર પર પણ પ્રહાર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા દેશમાં કેટલાક લોકો છે, જે નકારાત્મકતાના વંટોળમાં ફસાયેલા છે, નિરાશામાં ડૂબેલા છે. સરકારની વિરુદ્ધ ખોટું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર ભરોસો કરવા તૈયાર નથી. એવી હતાશામાં આ લોકો હવે કાળા જાદૂ તરફ વળી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે, આપણે 5 ઓગસ્ટે જોયું કે કેવી રીતે કાળો જાદૂ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરીને તેમની નિરાશા-હતાશાનો કાળ ખતમ થઈ જશે, પરંતુ તેમને ખબર નથી કે તે કરી લે, જનતાનો વિશ્વાસ હવે તેમના પર ફરી ક્યારેય પાછો નહીં આવે.

રેવડી કલ્ચરથી આત્મનિર્ભર નહીં બને દેશ
નરેન્દ્ર મોદીએ મફત રેવડી આપવાના કલ્ચર પર કહ્યું કે, જો રાજનીતિમાં જ સ્વાર્થ હશે તો કોઈપણ આવીને પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી શકે છે. એવા પગલાથી આપણા બાળકો છેતરાશે નહીં, દેશને આત્મનિર્ભર બનવાથી રોકશે. આવી સ્વાર્થપૂર્ણ નીતિઓથી દેશના ઈમાનદાર ટેક્સ પેયર્સનું ભારણ પણ વધશે. તેમણે કહ્યું કે, પોતાના રાજકીય સ્વાર્થ માટે આવી જાહેરાતો કરનારા ક્યારેય નવી ટેકનોલોજી પર રોકાણ નહીં કરે. તેઓ ખેડૂતોને ખોટા વાયદા કરશે, પરંતુ ખેડૂતોની આવક વધારવા માટે ઈથેનોલ જેવા પ્લાન્ટ ક્યારેય નહીં લગાવે.

ખેડૂોની મદદથી એથેનોલનો ટાર્ગેટ પૂરો કર્યો
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશ મોટા સંકલ્પ લઈ રહ્યો છે અને તેમને સિદ્ધ કરીને પણ બતાવી રહ્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક વર્ષો પહેલા દેશે નક્કી કર્યું હતું કે, પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ મિક્સ કરવાનો ટાર્ગેટ પૂરો કરીશું. આપણા ખેડૂત ભાઈ-બહેનોની મદદથી આ લક્ષ્ય સમયથી પહેલા જ હાંસેલ કરી લીધું છે. પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવાથી 7-8 વર્ષમાં દેશમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયા વિદેશ જતા બચશે અને લગભગ આટલા જ હજાર કરોડ રૂપિયા ઈથેનોલ બ્લેડિંગના કારણે આપણા દેશના ખેડૂતો પાસે ગયા છે.

    follow whatsapp