Coronavirus Case: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના ફરી લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. જો સ્વાસ્થ્ય મંત્રાયલના નવા આંકડા પર નજર કરીએ તો એક્ટિવ કેસ 4 હજારને વટાવી ગયા છે. આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ JN.1ના કેસ પણ સતત વધી રહ્યા છે.
ADVERTISEMENT
કોરોનાથી વધુ 5 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 756 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5 લોકોના કોરોનાથી મોત થયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં 2-2 અને જમ્મુ-કાશ્મીરમાં એક દર્દીનું મોત થયું છે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ 4049 પર પહોચી ગઈ છે. નવા વર્ષથી સતત કોરોનાના નવા કેસ વધી રહ્યા છે.
ભારતમાં આવી ચૂકી છે ત્રણ લહેરો
તમને જણાવી દઈએ કે, ભારત આ પહેલા કોરોનાની ત્રણ લહેરો જોઈ ચૂક્યું છે, જેમાં એપ્રિલ-જૂન 2021 મેં ડેલ્ટા લહેર દરમિયાન દૈનિક નવા કેસ અને મૃત્યુની ટોચની સંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021માં મે મહિનામાં 4,14,188 નવા કેસ અને 3,915 મૃત્યુ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 5.3 લાખથી વધુ લોકોના મોત
2020ની શરૂઆતમાં મહામારી શરૂ થયા બાદથી 4.5 કરોડથી વધુ લોકો અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5.3 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT