corona update in India : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના ફરી લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. જો સ્વાસ્થ્ય મંત્રાયલના નવા આંકડા પર નજર કરીએ તો એક્ટિવ કેસ વધીને 4,002 થઈ ગઈ છે આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ JN.1ના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. આમાં કેરળમાં બે કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું અને ત્રિપુરામાં એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.
ADVERTISEMENT
ભારતમાં આવી ચૂકી છે ત્રણ લહેરો
તમને જણાવી દઈએ કે, ભારત આ પહેલા કોરોનાની ત્રણ લહેરો જોઈ ચૂક્યું છે, જેમાં એપ્રિલ-જૂન 2021 મેં ડેલ્ટા લહેર દરમિયાન દૈનિક નવા કેસ અને મૃત્યુની ટોચની સંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021માં મે મહિનામાં 4,14,188 નવા કેસ અને 3,915 મૃત્યુ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 5.3 લાખથી વધુ લોકોના મોત
2020ની શરૂઆતમાં મહામારી શરૂ થયા બાદથી 4.5 કરોડથી વધુ લોકો અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5.3 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT