નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 6050 કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. ગઇકાલની સરખામણીએ આજે 13 ટકા વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ એટલે કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 28,303 થઈ ગઈ છે.
ADVERTISEMENT
દેશમાં ફરી કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નવા COVID-19 કેસોમાં 13.4% નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,050 નવા કેસ નોંધાયા છે સમગ્ર દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 28,303 છે. રિકવરીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3320 લોકો કોરોનાથી સાજા થયા છે.
ભારતમાં 38 ટકા કેસ નવા વેરિઅન્ટ XBB.1.16ના
દેશમાં કુલ 44185858 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 530943 લોકોના મોત થયા છે. રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે. દૈનિક પોઝિટીવીટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 3.02 ટકા છે. ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં જોવા મળતા કોરોનાના 38 ટકા કેસ નવા વેરિઅન્ટ XBB.1.16ના છે.
આ પણ વાંચો: આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં ભોજપુરી ગાયક સમર સિંહની ધરપકડ, કર્યું હતું આ કાંડ
Omicronનું XBB વેરિઅન્ટ સૌથી વધુ
જીનોમ સિક્વન્સિંગ પર દેખરેખ રાખનાર INSACOG અનુસાર, દેશમાં દરરોજના 38.2% કોરોના કેસ XBB.1.16 વેરિઅન્ટના છે. INSACOG એ ગુરુવારે જાહેર કરેલા તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે માર્ચના ત્રીજા સપ્તાહ સુધી લેવામાં આવેલા નમૂનાઓમાં Omicronનું XBB વેરિઅન્ટ સૌથી વધુ જોવા મળ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT