નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન પર આપેલા પોતાના નિવેદન બાદ રાજનીતિ ગરમાઇ ચુકી છે. ભાજપ સતત નિવેદનના બહાને રાહુલ ગાંધી પર હુમલો કરી રહી છે. હવે રાહુલના બચાવમાં કોંગ્રેસ પાર્ટી ઉતરી આવી છે. પાર્ટીએ ભારત ચીન ઘ્ષણ મુદ્દે વડાપ્રધાન મોદીને સાત સવાલ પુછ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ચીનથી વડાપ્રધાન ગભરાઇ કેમ જાય છે, આખરી તેની પાછળનું રહસ્ય શું છે? ચીનની બ્લેકલિસ્ટેડ કંપનીઓને કોન્ટ્રાક્ટ શા માટે ફાળવવામાં આવે છે? તમારો ચીનની સાથે શું સંબંધ છે?
ADVERTISEMENT
કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું
કોંગ્રેસના પ્રભારી મહાસચિવ સંચાર જયરામ રમેશે ટ્વીટ કર્યું અને કહ્યું કે, ગત્ત 100 દિવસથી ભારતના લોકોની પીડા, આશા અને આકાંક્ષાઓને સાંભળતા એક દિવસમાં 20-25 કિલોમીટર પગપાળા જનારા એક વ્યક્તિ પર હુમલો કરનારા માટે પોતાના ઢોલ નગારા દ્વારા વિચલિત અથવા ભટકાવી શકાય નહી. વડાપ્રધાન જવાબ આપે.
શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જયપુરમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં ભારત જોડો યાત્રાના 100 દિવસ પુર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સની તરફથી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, ચીન યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે અને કેન્દ્ર સરકાર સુઇ રહી છે. ખતરાને નજર અંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલે આરોપ લગાવ્યો કે, જયપુરમાં ભારત જોડો યાત્રાના 100 દિવસ પુરા થવા પ્રસંગે એક પત્રકાર પરિષદ કરી અને કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને કેન્દ્ર સરકાર સુઇ રહી છે. ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT