ઇઝરાયેલમાં ફસાયેલી અભિનેત્રી નુસરત ભરૂચાનો સંપર્ક થયો, આવી સ્થિતિમાં ફસાઇ ગઇ હતી

Nusrat Bharucha in Israel : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયેલમાં ફસાઇ હોવીની અને સંપર્કવિહોણી હોવાનું…

nushrat bharucha trapped in israel

nushrat bharucha trapped in israel

follow google news

Nusrat Bharucha in Israel : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયેલમાં ફસાઇ હોવીની અને સંપર્કવિહોણી હોવાનું સામે આવ્યું છે. જો કે આ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. જો કે અભિનેત્રી અંગેના રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ઇઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચાનો સંપર્ક થયો

ઇઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અભિનેત્રી એકદમ સુરક્ષીત છે. ઇઝરાયેલથી ભારત પરત ફરવા માટે એરપોર્ટ વિસ્તારમાં પહોંચી છે. તે ટુંક જ સમયમાં ભારત આવવા માટે રવાના થશે. નુસરતના પરિવાર, ચાહકોમાટે આ એક ખુબ જ સારા સમાચાર છે. નુસરત સુરક્ષિત રીતે સ્વદેશ પરત આવે તે માટે તેના પરિવાર અને ચાહકો રાહ જોઇ રહ્યા છીએ.

આ રીતે ફસાઇ હતી નુસરત ભરુચા

અત્રે ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચા હાઇફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે ઇઝરાયેલ ગઇ હતી. દરમિયાન ત્યાં યુદ્ધ થતા નુસરત ફસાઇ ગઇ હતી. અભિનેત્રીની ટીમે પણ આ અંગે માહિતી આપી હતી. અભિનેત્રી સુરક્ષીત બંકરમાં છે. જો કે બંકરમાં હોવાના કારણે તેનો સંપર્ક સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાર બાદ તેનો સંપર્ક થયો હતો અને તે એરપોર્ટ પર પહોંચી શકે છે. તેઓ સુરક્ષીત એરપોર્ટ પર પહોંચી ચુકી છે. ટુંક જ સમયમાં ભારતની ફ્લાઇટમાં બેસશે.

    follow whatsapp