નવી દિલ્હી : ISIS ના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝે ગુજરાતની રહેનારી બસંતી પટેલ નામની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે પોતાની પત્નીનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને પછી તેનું નામ મરિયમ કરાવી નાખ્યું હતું.
ADVERTISEMENT
ISIS ના આતંકવાદીઓ દિલ્હીથી ઝડપાતા ચકચાર
દિલ્હીમાં આતંકવાદી સંગઠન ISIS ના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝના પકડાયા બાદ હવે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર શાહનવાઝે ગુજરાતની રહેવાસી બસંતી પટેલ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે પોતાની પત્નીનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને તેનું નામ મરિયમ થઇ ગયું હતું. શાહનવાઝ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ, એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે, સ્પેશિયલ સેલ લાંબા સમયથી ઇન્ડિયન મુઝાહિદ્દીન અને આઇએસઆઇએસની કિંગપિન પર નજર રાખી રહ્યા છે. આ પ્રકારના અનેક મોડ્યુલમાં ભાંડાફોડ થયું છે. આ પ્રક્રિયા હેઠળ સ્પેશિયલ સેલે ત્રણ લોકો પર ઇનામની જાહેરાત કરી હતી. તેની ભુમિકા અનેકબ્લાસ્ટમાં છે. શાહનવાઝને તેના બે પાર્ટનરો સાથે આઝે સવારે પકડાયો છે.
સ્પેશિયલ સેલ દ્વારા આતંકવાદીઓની ધરપકડ કરાઇ
સ્પેશિયલ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, શાહનવાઝના બે સાથીઓમાંથી એકનું નામ મોહમ્મદ રિઝવાન અશરફ અને બીજાનું નામ મોહમ્મદ અરશદ વારસી છે. મોહમ્મદ રિઝવાર અશરફ મૌલાના પણ છે. તેનો એક સાથી મોહમ્મદ રિઝવાન હાલ ફરાર છે અને તેને શોધવામાં આવી રહ્યા છે. મોહમ્મદ રિઝવારન અશરફને લખનઉથી પકડવામાં આવ્યા છે અને તેની સાથે મોહમ્મદ અરશદ વારસીને મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને પોલીસે સાત દિવસની રિમાન્ડ મળી છે.
શંકાસ્પદ આતંકવાદીઓ પાસે વિસ્ફોટક
પોલીસે જણાવ્યું કે, જ્યારે તેના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે વિસ્ફોટક બનાવવાના અલગ અલગ સામાન મળ્યા છે. તેમાં આયરન પાઇપ, પ્લાસ્ટિક, કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. વિસ્ફોટક બનાવવાનો આ સામાન મોહમ્મદ શાહનવાઝના અનેક સ્થળો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત બોમ્બ બનાવવાની વિધિ અંગેનું લિટરેચર મળ્યું છે. પોલીસના અનુસાર લિટરેચરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા તેને મોકલાઇ હતી. તેમાં તમામ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવા અંગેની માહિતી હતી. એક લિટરેચર દ્વારા જણાવાયું કે કેવી રીતે કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો. જેથી મહત્તમ નુકસાન થઇ શકે.
અનેક સ્થળોની રેકી કરી ચુક્યા છે આતંકવાદીઓ
પોલીસે જણાવ્યું કે, પકડાયેલા શંદાસ્પદ આતંકવાદીઓએ પશ્ચિમી ભારત અને દક્ષિણ ભારતના અનેક સ્થળો પર રેકી કરી હતી. તેણે ગુજરાતના અમદાવાદ સહિત અનેક વિસ્તારોની રેકી કરી હતી. પોલીસના અનુસાર આ તમામને દરેક સ્ટેજ પર પોતાના પાકિસ્તાન તરફથી નિર્દેશ મળી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીઓ એન્જિનિયર છે.
ADVERTISEMENT