Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં હુમલાનું ષડયંત્ર, ઈનપુટ મળતા મહારાષ્ટ્રમાં ATSના દરોડા; થયો ચોંકાવનારો ખુલાસો

Ram Mandir: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. આ દરમિયાન UP ATSએ અયોધ્યામાં આતંકી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. ATSના જણાવ્યા અનુસાર,…

gujarattak
follow google news

Ram Mandir: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. આ દરમિયાન UP ATSએ અયોધ્યામાં આતંકી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. ATSના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં હુમલાનું ષડયંત્ર ઔરંગાબાદમાં રચવામાં આવી રહ્યું હતું. કેસ નોંધ્યા બાદ ATSએ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ દરમિયાન ઘણા ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. ATSએ હવે આ શકમંદોને લખનઉ હેડક્વાર્ટરમાં બોલાવ્યા છે. આ દરમિયાન ATS લખનઉમાં તેમની પૂછપરછ કરશે.

લોકોને ભડકાવી રહ્યા હતા યુવકો

સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં હુમલાનું ષડયંત્ર ઔરંગાબાદમાં રચવામાં આવી રહ્યું હતું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કેટલાક યુવકો ચોક્કસ સમુદાયના લોકોને ભડકાવી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય મંદિરના ઉદ્ઘાટન પહેલા કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો. ATSને ષડયંત્રની માહિતી મળ્યા બાદ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી.

ATSની ટીમ થઈ ગઈ એક્ટિવ

ષડયંત્રમાં સામેલ મિર્ઝા સૈફ બેગ, અબ્દુલ વાહિદ, યાસિર, ઝિયાઉદ્દીન સિદ્દીકી, થોર ભાન, એસકે ખાલિદ, તાહિર, હબીબ સહિત 11 લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ATSને સમાચાર મળ્યા હતા કે આ તમામ શકમંદો ઘરમાંથી ગુમ થઈ ગયા છે. તેથી યુપી એટીએસની ટીમ ઔરંગાબાદ પહોંચી હતી અને તેમના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કોઈ મળી આવ્યા ન હતા, પરંતુ ઘણા લોકોના મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે યુપી એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર કરી હતી ભડકાઉ પોસ્ટ

એટીએસના જણાવ્યા અનુસાર, તમામ શકમંદો સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. ઔરંગાબાદના રહેવાસી યુવકે ISના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી હતી, જેને બધાએ શેર કરી હતી.

ઝાંસીથી એક યુવકની કરાઈ હતી ધરપકડ

UP ATSએ બુધવારે ઝાંસીના જિબ્રાન મકરાણીની ધરપકડ કરી હતી, જેણે અયોધ્યામાં રામ મંદિરને લઈને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પોસ્ટ કરી હતી. જિબ્રાન મકરાણીની આ પોસ્ટ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે રામ લલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ATSને આ પોસ્ટ મળી આવી હતી. આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમને લઈને એટીએસ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે.

    follow whatsapp