શ્રીનગર : પોલીસને મોટી સફળતા મળી છે. શ્રીનગર પોલીસની એક ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને ટીઆરએફના આતંકવાદી સંગઠનના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેયને શ્રીનગરના નાટિપોરા વિસ્તારથી ઝડપી લીધા છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. આ બાબતે પોલીસે એક્શન લેતા ટીમને હરનબલ નાટિપોરમાં તહેનાત કરી હતી. એક ચેકપોઇન્ટ પર પોલીસે પ્રતિબંધિત સંગઠનના ત્રણ આતંકવાદીઓને ઘેરીને તેની ધરપકડ કરી લીધી. તેની ઓળખ ઇમરાન અહેમદ નઝર, વસીમ અહેમદ મુટ્ટા, વકીલ અહેમદ ભટ્ટ તરીકે થઇ છે.
ADVERTISEMENT
મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો
પકડાયેલા તમામ આરોપી બારામુલા, કમરવાડી અને પાજલપોરા બિજબેહરાના રહેવાસી છે. ત્રણેયની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમની પાસેથી 3 હેન્ડ ગરેનેડ, 10 રાઉન્ડ પિસ્ટલની ગોળીઓ અને 25 રાઉન્ડ એકે 47 ગોળીઓ જપ્ત કરી છે. સાથે જ અન્ય સામગ્રી પણ તેમની પાસેથી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વકીલ અહેમદ ભટ્ટ પહેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસજેકેની સાથે જોડાયેલો એક સક્રિય આતંકવાદી હતો. તે બે વર્ષથી જેલમાં બંધ હતો અને હાલમાં જ જામીન પર સેન્ટ્ર જેલમાંથી છુટ્યો હતો.
મોટુ આતંકવાદી કાવત્રું નિષ્ફળ
પ્રારંભિક તપાસમાં માહિતી મળી કે ત્રણ આતંકવાદી સહયોગી શ્રીનગર શહેરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ટીઆરએફ સાથે જોડાયા અને ટીઆરએફના સક્રિય આતંકવાદીઓ સાથે વિસ્ફોટક પદાર્થ અને ગોળા બારુદ લઇ રહ્યા હતા. પોલીસને મળતી માહિતી બાદ જે પ્રકારે પોલીસે આ આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન લીધી તેનાથી એક મોટા આતંકવાદી ખતરો ટળી ગયો છે. આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે ચાનાપોરા પોલીસ સ્ટેશનમાં કલ 3/4 વિસ્ફોટક અધિનિયમ, 7/25 શસ્ત્ર અધિનિયમ, 18,23,39 યુપીએ અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT