J&Kમાં PMO અધિકારી બની Z+ સિક્યોરિટીમાં ફરતો અમદાવાદનો ઠગ ઝડપાયો, અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી

નવી દિલ્હી: PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે કાર્યરત હોવાનું જણાવી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન લઈને ફરતા અમદાવાદના નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં…

gujarattak
follow google news

નવી દિલ્હી: PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે કાર્યરત હોવાનું જણાવી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન લઈને ફરતા અમદાવાદના નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં PMO ઓફિસમાંથી હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા, એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. હાલમાં તેની શ્રીનગર પોલીસ દ્વારા કલમ 419,420, 468 અને 471 હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપીએ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી
ખાસ વાત એ છે કે પોતાને PMO ઓફિસમાંથી હોવાનું જણાવીને કિરણ પટેલે પોલીસ પ્રોટેક્શન લીધું હતું અને તેને ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રખાઈ હતી. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ-કાશ્મીર CIDની ઈનપુટના આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલ નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.

ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે છે આરોપી
સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. તેની ધરપકડ કરવામાં આવે તે પહેલા તેણે ઉરીની કમાન પોસ્ટથી, નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, કિરણ પટેલ તેણે સરકારી આતિથ્ય માણ્યું, તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટેલમાં રૂમમાં અપાયો હતો. કિરણ પટેલ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ પણ તપાસમાં જોડાઈ
પુલવામાના ડેપ્યુટી કમિશનર (DC) બશીર ઉલ હક અને પોલીસ અધિક્ષક ઝુલ્ફકાર આઝાદની જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે કથિત વ્યકિતને સમયસર કેવી રીતે પકડવામાં આવ્યો ન હતો. સૂત્રો મુજબ ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ આ ઘટના અંગે મૌન છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓને તેની જાણ થાય તે પહેલા સીઆઈડી શાખાએ જ આ ભેજાબાજને શોધી કાઢ્યો હતો.

    follow whatsapp