મુંબઇ : ઉદ્ધવ ઠાકરે જુથના એક નેતાના અનુસાર રઘુરામ રામજનને કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણય અનુસાર રાજ્યસભામાં MVA ઉમેદવાર તરીકે મોકલવામાં આવે તેવી શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI) પૂર્વ ગવર્નર રઘુરામ રાજન કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ ખુબ જ મુખર રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન તેઓ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે ઇન્ટરવ્યું પણ કરી ચુક્યા છે. હવે અટકળો લાગી રહી છે કે, મહારાષ્ટ્રથી રઘુરામ રાજનને રાજ્યસભા ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે જુથ પણ સમર્થન આપે તેવી શક્યતા
ગત્ત દિવસોમાં રાજને શિવસેના (UTB) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના બાંદ્રા ખાતે આવાસ પર મુલાકાત પણ કરી હતી. ત્યાર બાદથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, રાજન અથવા તો કોંગ્રેસ અથવા મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર પણ હોઇ શકે છે.
રઘુરામ રાજને ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે મુલાકાત કરી
ઠાકરેએ પત્ની રશ્મિત અને પુત્ર આદિત્ય, તેજસ સાથે રઘુરામ રાજનનું પોતાના ઘરે સ્વાગત કર્યું હતું. શિવસેનાનું કહેવું છે કે, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર મુલાકાત હતી. જો કે 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા ચૂંટણી પહેલાની બેઠકે રાજનીતિક વર્તુળોમાં ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની કુલ 6 સીટો ખાલી થશે. ચૂંટણીમાં નવા ઉમેદવાર પસંદગી પામશે. સમીકરણ અનુસાર પ્રત્યેક ઉમેદવારને જીતવા માટે વિધાનસભા સભ્યોના ઓછામાં ઓછા 42 મતની જરૂર પડશે.
પોલિટિક્સમાં એકતા દેખાડવા ઠાકરે-પવાર જુથ એક સાથે આવશે
ગત્ત થોડા સમયમાં મહારાષ્ટ્રની પોલિટિક્સની બે મોટી પાર્ટીઓ શિવસેના અને એનસીપીમાં ટુટ થઇ ચુકી છે. કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો હાજર છે. તેવામાં એમવીએની એકતા દેખાડવા માટે ઠાકરે જુથ અને પવાર જુથ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપી શકે છે. ઉદ્ધવ જુથના એક નેતાના અનુસાર રાજનને કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણય હેઠળ કોંગ્રેસના રાજ્યસભા માટે એમવીએ ઉમેદવાર તરીકે રજુ કરવામાં આવી શકે છે. નેતાએ કહ્યું કે, આ સંદર્ભમાં રાજને શિષ્ટાચાર માટે ઠાકરે સાથે મુલાકાત કરી હતી.
જો કે કોંગ્રેસ અને શિવસેનાએ આ વાતને અફવા ગણાવી
જો કે કોંગ્રેસના સુત્રોનું પણ કહેવું છે કે, હજી સુધી કંઇ પણ નિર્ધાર નથી થયો. મહારાષ્ટ્રથી છ રાજ્યસભા સીટોને ભરવા માટે મતદાન 27 ફેબ્રુઆરીએ થશે. મહારાષ્ટ્રમાંથી હાલ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રીલે પુર્ણ થઇ રહ્યો છે. આ સમયે મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ પ્રકાશ જાવડેકર, અનિલ દેસાઇ, કુમાર કેતકર, વી.મુરલીધરન, નારાયણ રાણે અને વંદના ચવ્હાણ છે.
કુલ 288 ધારાસભ્યો પૈકી 158 ભાજપ પાસે છે
મહારાષ્ટ્રની વિધાનસભાની કુલ સંખ્યા 288 કરી છે. જેમાંથી ભાજપ સૌથી મોટી પાર્ટી છે, જેની પાસે કુલ 116 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના પાસે 42 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ અજિત પવારની એનસીપી પાસે 44 ધારાસભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં બે મોટી પાર્ટીઓમાં તુટ જોવા મળી હતી. જ્યાં શિંદે મોટાભાગના ધારાસભ્યો સાથે શિવસેનાથી અલગ થઇ ગયા હતા. બીજી તરફ શરદ પવારની એનસીપી પણ બે મિત્રોમાં ટુટી ગઇ. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે માત્ર 16 ધારાસભ્યો છે અને શરદ પવારની એનસીપી પાસે 9 ધારાસભ્યોનું સમર્થન છે.
ADVERTISEMENT