- વિધાનસભા ગૃહમાં હરદા બ્લાસ્ટનો મુદ્દો ગુંજશે
- વિપક્ષે સરકારને ઘેરવા માટે કરી તૈયારી
- કોંગ્રેસ MLAએ વિરોધ વ્યક્ત કર્યો
હરદાના કોંગ્રેસના ધારાસભ્ય રામ કિશોર દોગને નકલી સૂતળી બોમ્મની માળા પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને લઈને વિપક્ષના ધારાસભ્યોએ ગાંધીજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્યોએ કહ્યું હતું કે 4-4 લાખનું વળતર અને કલેક્ટર-એસપીને હટાવવાથી કંઈ થશે નહીં. તમને જણાવી દઈએ કે, હરદા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે કલેક્ટર ઋષિ ગર્ગને હટાવી દીધા છે. સાથે જ એસપી સંજીવ કુમાર કંચનને હટાવીને ભોપાલ હેડક્વાર્ટર મોકલી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતાએ કર્યો અનોખો વિરોધ
હકીકતમાં, વિધાનસભા સત્રના બીજા દિવસે ગૃહમાં હરદા બ્લાસ્ટનો મુદ્દો ગુંજશે. વિપક્ષે સરકારને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ રણનીતિ અંતર્ગત આજે વિધાનસભા પહોંચેલા હરદાના કોંગ્રેસના ધારાસભ્યે અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
દોષિતો સામે થવી જોઈએ કડક કાર્યવાહીઃ MLA
કોંગ્રેસના ધારાસભ્ય રામ કિશોરે કહ્યું કે, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ફેક્ટરી ભાજપ નેતા કમલ પટેલની દેકરેખ હેઠળ ચાલી રહી હતી. લોકોનું જીવન તબાહ થઈ ગયું છે. સરકારે સંવેદનશીલતા દાખવવી જોઈએ.
ભાજપ નેતાએ કર્યો કોંગ્રેસ પર આક્ષેપ
બીજી તરફ પૂર્વ કૃષિ મંત્રી કમલ પટેલનું કહેવું છે કે ફટાકડાના ફેક્ટરીના માલિક રાજુ અને મુન્ના પટેલના ભાઈ મન્ની પર કોંગ્રેસના ધારાસભ્ય આરકે દોગનેનો હાથ છે.
ફટાકડાની ફેક્ટરીમાં લાગી હતી ભીષણ આગ
મધ્ય પ્રદેશના હરદામાં 6 ફેબ્રુઆરીના રોજ એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા હતા અને 250થી વધારે લોકો ઘાયલ થયા હતા. ખાસ બાબત તો એ હતી કે આ ફેક્ટરી પાસે કોઈ લાઇસન્સ નહોતું. અને તેમ છતાં આ ફેક્ટરી કોઈપણ રોક ટોક વગર છેલ્લા બે દાયકાથી અહી ધમધમી રહી હતી.
મુખ્યમંત્રીએ વળતરની કરી હતી જાહેરાત
મુખ્યમંત્રી મોહન યાદવે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ઉદય પ્રતાપ સિંહને ઘટનાસ્થળે મોકલ્યા હતા. આ દરમિયાન અધિક મુખ્ય સચિવ અજીત કેસરી અને ડીજી (હોમ ગાર્ડ્સ) અરવિંદ કુમારને પણ હરદામાં હેલિકોપ્ટર લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.