કર્ણાટકમાં કોંગ્રેસ ‘રાજ’ નો અંત! ’50થી 60 ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડશે’, નેતાનો ચોંકાવનારો દાવો

Congress Government Will Fall In Karnataka : કર્ણાટકમાં કોંગ્રેસના શાસનને લઈ લટકતી તલવાર છે. તાજેતરમાં જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનું એક ચોંકાવનારું નિવેદન સામે…

gujarattak
follow google news

Congress Government Will Fall In Karnataka : કર્ણાટકમાં કોંગ્રેસના શાસનને લઈ લટકતી તલવાર છે. તાજેતરમાં જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવો દાવો કર્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે.

50 થી 60 ધારાસભ્યો ભગવો ઘારણ કરશે

કુમારસ્વામીના દાવામાં એવી વત કરવામાં આવી છે કે, સત્તાધારી કોંગ્રેસ કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક નેતાઓ કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે પાર્ટી છોડી ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો કે 50 થી 60 ધારાસભ્યો એક સાથે પાર્ટી છોડી ભગવો ઘારણ કરી શકે છે. આ માટે ભાજપ સાથે નેતાઓની વાતચીત ચાલી રહી છે.

કર્ણાટકમાં સરકાર ગમે ત્યારે પડી શકે!

જેડીએસ નેતાએ પત્રકાર સાથેની વાતચીતમાં ઉમેર્યું કે કોંગ્રેસ સરકારમાં બધુ યોગ્ય થઈ રહ્યું નથી. હાલના સમયમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષની હાલત એવી છે કે તે ગમે ત્યારે પડી શકે છે. તેમના એક મંત્રી નોંધાયેલા કેસમાંથી બચવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. આ વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે કેન્દ્રએ તેમની સામે એવા કેસ નોંધ્યા છે જેમાંથી બચવાની કોઈ શક્યતા નથી. આ મંત્રીનું નામ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે નાના નેતાઓ પાસેથી આવા પગલાની અપેક્ષા રાખી શકાય નહીં. માત્ર પ્રભાવશાળી લોકો જ આ કરી શકે છે. તેમણે કહ્યું કે આપણી સામે મહારાષ્ટ્રનું તાજું ઉદાહરણ છે તો હાલના રાજકીય વાતાવરણને જોતાં કંઈ પણ થઈ શકે છે.

    follow whatsapp