West Bengal ED Team Attack Update: પશ્ચિમ બંગાળમાં દરોડા દરમિયાન EDના અધિકારીઓ પર સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના સમર્થકોએ હુમલો કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જે સમયે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને નિશાન બનાવવામાં આવી તે સમયે ED અધિકારીઓની સાથે માત્ર 27 CRPF જવાનો હતા. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ED અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા દરમિયાન ટોળાએ તેમનો મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ પણ છીનવી લીધું હતું. બંગાળ પોલીસે આ મામલામાં ત્રણ FIR નોંધી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે કહ્યું- બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ
આ ઘટના બાદ જ્યાં એક તરફ વિપક્ષે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે તો બીજી તરફ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ સંકેત આપ્યા છે કે તેઓ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરશે અને આ મામલે યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતા કહ્યું કે, ‘ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આ યોગ્ય કેસ છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.
મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ સાથે કરાઈ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખલીમાં બનેલી ઘટનાને સંઘીય માળખા પર સીધો હુમલો ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસે રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ સાથે કરી હતી. ED ટીમ પર થયેલા હુમલા અંગે પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, તેમાં રોહિંગ્યાનો હાથ છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પણ બંગાળીઓ સાથે આવું જ થવાનું છે. ED હુમલા પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે તેને રાજ્યના સંઘીય માળખા પર હુમલો ગણાવ્યો છે.
TMCએ આરોપોને ફગાવી દીધા
જો કે, શાસક TMC આરોપોને ફગાવી દીધા, આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ED અધિકારીઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના નિવાસસ્થાને દરોડા પાડ્યા અને શાહજહાંના સમર્થકોના હુમલાનો ભોગ બનવું પડ્યું. સમર્થકોએ અધિકારીઓ અને તેમના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના સાથી માનવામાં આવે છે. કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT