Arvind Kejriwal Arrest Updates: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (INDIA)માં તકરાર વધતી જોવા મળી રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (Pinarayi Vijayan)એ રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને 'અયોગ્ય' ગણાવ્યું છે. ડાબેરી પક્ષના નેતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસનો નિર્ણય અયોગ્ય છેઃ કેરળના CM
મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું કહેવું છે કે, CPI ઉમેદવાર એની રાજા સામે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો નિર્ણય અયોગ્ય છે. તેમણે કહ્યું કે, 'શું રાહુલ ગાંધી કહી શકે છે કે તેઓ અહીં NDA સામે લડવા આવ્યા છે? તેઓ અહીંયા LDF સામે લડવા આવ્યા છે, જે એક મોટી રાજકીય તાકાત છે.'
કેરળના મુખ્યમંત્રીએ ઉઠાવ્યા સવાલ
તેમણે સવાલ કર્યો કે, 'INDIA બ્લોકમાં સામેલ LDF સામે ચૂંટણી લડવા પર શું તેઓ સ્પષ્ટતા આપી શકે છે? અને તે પણ એની રાજા સામે, જેઓ રાષ્ટ્રીય કક્ષાના નેતા છે.' તેમણે રાહુલ ગાંધી પર 'ડબલ સ્ટાન્ડર્ડ'નો પણ આરોપ લગાવ્યો છે. કેરળના મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ)ના મુદ્દે મૌન કેમ રહ્યા?
કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપો
આ દરમિયાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેન્દ્રીય એજન્સીઓ મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી. તેમણે કહ્યું કે 'જ્યારે બિન-કોંગ્રેસી વિપક્ષી નેતાઓને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ કશું કહેતી નથી'.
'....કેજરીવાલની અટકાયત કેમ ન કરાઈ'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, તેમણે આરોપ લગાવ્યો કે, 'દિલ્હીમાં AAP સરકારની દારૂની નીતિ સાથે સંબંધિત મામલામાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે, જે કેસમાં EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે કેજરીવાલની અટકાયત કેમ કરવામાં ન આવી.'
ADVERTISEMENT