Bharat Jodo Nyay Yatra: આજથી કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરશે. આ યાત્રા મણિપુરના થોબલ જિલ્લામાંથી શરૂ થશે અને મુંબઈ 6000 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. યાત્રાના સમયગાળાની વાત કરવામાં આવે તો બે મહિના સુધી ચાલશે. રાહુલ ગાંધી 60 થી 70 મુસાફરો સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે મણિપુરના ખોંગજોમ વોર મેમોરિયલથી શરૂ થશે. જોકે, અગાઉ તે રાજધાની ઇમ્ફાલથી શરૂ થવાની હતી.
ADVERTISEMENT
ભારત જોડો યાત્રાની જોવા મળી ઝલક
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ગીતમાં પ્રદર્શનકારી મહિલા પહેલવાનો, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ઝલક અને ખેડૂતો-શ્રમિકોની સાથે કોંગ્રેસ નેતાની વાતચીતની ઝલક જોવા મળે છે.
“ભારત જોડો ન્યાય યાત્રા” નો રૂટ મેપ મણિપુરથી મુંબઈ
• મણિપુર 107 કિમી-4 જિલ્લા
• નાગાલેન્ડ 257 કિમી-5 જિલ્લા
• આસામ 833 કિમી-17 જિલ્લા
• અરુણાચલ પ્રદેશ 55 કિમી-1 જિલ્લા
• મેઘાલય 5 કિ.મી-1 જિલ્લા
• પશ્ચિમ બંગાળ 523 કિમી-7 જિલ્લા
• બિહાર 425 કિમી-7 જિલ્લા
• ઝારખંડ 804 કિમી-13 જીલ્લા
• ઓરિસ્સા 341 કિમી-4 જીલ્લા
• છત્તીસગઢ 536 કિમી-7 જિલ્લા
• ઉત્તર પ્રદેશ 1,074 કિમી-20 જિલ્લા
• મધ્ય પ્રદેશ 698 કિમી-9 જિલ્લા
• રાજસ્થાન 128 કિમી-2 જીલ્લા
• ગુજરાત. 445 કિમી-7 જિલ્લા
• મહારાષ્ટ્ર 480 કિ.મી-6 જીલ્લા
ADVERTISEMENT