અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સમાં 2022 માં ભારતીય રેસલર્સનો જાણે એક હથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું. બર્મિંઘમમાં ચાલી રહેલા આ મહોત્સના આઠમા દિવસે ગોલ્ડનો વરસાદ થયો હતો. બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યું હતું. બીજી તરફ અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સમાં 2022 માં ભારતીય રેસલર્સનો દબદબો જોવા મળ્યો હતો. બર્મિંઘમમાં ચાલી રહેલી ગેમમાં ચાર ચાર ભારતીય રેસલર્સ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. ફાઇનલમાં પહોંચેલા બજરંગ પૂનિયાએ કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બજરંગ પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. પુરૂષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોવર્ગની ફાઇનલમાં બજરંગ પુનિયાએ કેનેડાના કે.એલ મૈકલીનને 9 2થી પરાજીત કર્યા હતા. પહેલા હાફમાં બજરંગને ચાર પોઇન્ટ માટે ફરીથી બીજા હાફમાં મૈકલીનને બે પોઇન્ટ જીતીને ફરી ગેમ પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આમાં કોઇ તક આપી નહોતી.
સાક્ષીમલિકે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધો છે. સાક્ષી મલિકે વુમેન્સ 62 કિલોગ્રામ કેટેગરની ફાઇનલમાં કેનેડાની એના ગોડિનેઝ ગોજાલેજનો બાય ફોલ દ્વારા 4-4 થી પરાજીત કરી હતી. સાક્ષી મલિક એક સમયે 4-0 થી પાછળ ચાલી રહી હતી. જો કે એક જ દાવમાં તેમણે કેનેડિયન ખેલાડીને પરાજીત કરી દીધી હતી.
અંશુ મલિકે વૂમન્સ 57 કિલો વર્ગની ફાઇનલમાં નાઇજીરિયન આડુનાયો ફોલાસાડે સામે લડ્યા હતા. અંશુએ પોતાનું સર્વોચ્ચ પ્રદર્શન કર્યું હતું. જો કે 3 7 થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અંશુએ અંતિમ સેકન્ડોમાં પોઇન્ટ મેળવીને ગેમ પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી તરફ આડુનાયોએ સતત ત્રીજો ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો.
દિવ્યા કાકરામ વૂમેન્સ 68 કિલો ભારવર્ગમાં નાઇજીરિયાની ઓબોરુડુડુ બ્લેસિંગ ક્વાર્ટર ફાઇનલમાં જ પરાજય થયો હતો. જો કે ત્યાર બાદ બ્લેસિંગ ફાઇનલમાં પહોંચી ગયા હતા ત્યાર બાદ દિવ્યાને રેપચેંજ રાઉન્ડ રમવાની તક મળી હતી. મોહિત ગ્રેવાલ (125 કિલો) સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ કાંસ્ય પદક માટે ઉતરશે.
ADVERTISEMENT